Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : ખેતરમાં કામ કરતી હતી 50 વર્ષીય મહિલા, અચાનક આવ્યો દીપડો અને..!

દાહોદનાં દેવગઢ બારીઆના રામા ગામે આધેડ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. દીપડા દ્વારા હુમલો થતાં મહિલાએ તેનો બહાદુરીથી સામનો કર્યો અને બૂમાબૂમ કરી હતી, જેથી નજીકનાં લોકો આપી પહોંચતા દીપડો જંગલ તરફ ભાગ્યો હતો. વિનવિભાગની ટીમે દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
dahod   ખેતરમાં કામ કરતી હતી 50 વર્ષીય મહિલા  અચાનક આવ્યો દીપડો અને
Advertisement
  1. Dahod જિલ્લામા દેવગઢ બારીઆ તાલુકામાં મહિલા પર દીપડાનો હુમલો
  2. નદી કિનારે આવેલ ખેતરમાં કામ કરતી 50 વર્ષીય આધેડ મહિલા પર દીપડાનો હુમલો!
  3. દીપડાનાં એકાએક હુમલામાં આધેડ મહિલાએ દીપડાનો સામનો કર્યો હોય તેવી ચર્ચા!
  4. મહિલાએ દીપડાનો સામનો કરતા બૂમાબૂમ કરતા આસપાસનાં લોકો દોડી આવ્યા
  5. મહિલાની તેમ જ ગ્રામજનોની બૂમાબૂમથી દીપડા જંગલ તરફ ભાગ્યો હતો

Dahod : દાહોદનાં દેવગઢ બારીઆ તાલુકાના (Devgadh Baria) રામા ગામે એક આધેડ મહિલા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. દીપડા દ્વારા હુમલો (leopard Attack) થતાં મહિલાએ ડર્યા વિના બહાદુરીથી તેનો સામનો કર્યો અને બૂમાબૂમ કરી હતી, જેથી નજીકનાં લોકો આપી પહોંચતા દીપડો જંગલ તરફ ભાગ્યો હતો. દીપડા દ્વારા હુમલા અંગે જાણ થતાં વિનવિભાગની ટીમ (Forest Department) પહોંચી હતી અને દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : આવતીકાલે અમિતભાઈ શાહ મોરબીમાં કાર્યાલય 'શ્રી કમલમ્'નું લોકાર્પણ કરશે

Advertisement

Dahod માં રામા ગામે ખેતરમાં કામ કરતી 50 વર્ષીય મહિલા પર દીપડાનો હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લા (Dahod) દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે ખેતરમાં કામ કરતી એક 50 વર્ષીય આધેડ મહિલા પર વન્ય પ્રાણી દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જો કે, આ દરમિયાન, આધેડ મહિલાએ દીપડા સાથે બાથ ભીડવી હોઈ તેમ તેનો સામનો કરતા દીપડો જંગલ તરફ ભાગ્યો હતો. મહિલા દ્વારા બૂમાબૂમ કરતા નજીકનાં લોકો આવ્યા હતા અને મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Chhota Udepur : ના હોય..! 3 દિવસ પહેલા બીમારીથી શખ્સનું મોત, આત્મા લેવા માટે પરિવારજનોએ..!

મહિલાએ સામનો કરી બૂમાબૂમ કરતા દીપડો ભાગ્યો! મહિલાને ખભા, કમરનાં ભાગે ઇજા

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકાના (Devgadh Baria) રામા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ પટેલ ફળિયામાં રહેતા 50 વર્ષીય સુમિત્રાબેન કાંતિભાઈ પટેલ જેઓ સવારે નદી કિનારે આવેલા તેમના ખેતરમાં ખેતી કામ અર્થે ગયા હતા. ત્યારે સવારનાં 8 વાગ્યાના અરસામાં દીપડો એકાએક આવી ચડ્યો હતો અને ખેતરમાં કામ કરતા સુમિત્રાબેન પટેલ પર હુમલો કરતા સુમિત્રાબેને પણ દીપડાનો સામનો કર્યો હોય તેમ તેની સામે બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો. બૂમાબૂમ કરતા અન્ય નજીકનાં ખેતરોમાં કામ કરતા ગ્રામજનો દોડી આવ્યાં હતા. ત્યારે આ સુમિત્રાબેન પર દીપડાએ હુમલો કરતા તેમણે ખભા પર તેમ જ કમરનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તે લોહીલુહાણ થયા હતા. તેમને સારવાર અર્થે દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલમાં (Government Hospital) ખસેડાયા હતા. ત્યારે આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગનાં અધિકારીઓને તથા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી.

અહેવાલ : ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા

આ પણ વાંચો - Surat : ડિજિટલ એરેસ્ટમાં ખોટી કોર્ટ ઊભી કરીને સજા સંભળાવી, 62 વર્ષીય વૃદ્ધને પોલીસે બચાવ્યા

Tags :
Advertisement

.

×