Dahod: ‘હા, એ અમારી ભૂલ થઈ’ ફતેપુરાના મામલતદાર એન.એસ.વસાવાની કબૂલાત
- ફતેપુરાના મામલતદાર એન.એસ.વસાવાની કબૂલાત
- મુદ્દાની વાતમાં મામલતદાર સાહેબે કર્યું કબૂલ
- હા એ અમારી ભૂલ છે એમ કહી વાત સ્વીકારી
Dahod: સરકારી કચેરીઓમાં અત્યારે જાણો લાલિયાવાડી જેવું ચાલી રહ્યું છે. દાહોદ (Dahod)માં જ એક એવી ઘટના બની છે, જેમાં મામલતદાર કચેરીના સિક્કાઓનો અંધેરી વહીવટ ચાલી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મામલતદાર કચેરીના સિક્કાઓનો ખાનગી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા સામૂહિક રીતે ઉપયોગ થતો હોવાનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો હતો.
દાહોદની ફતેપુરા મામલતદાર કચેરીનો અંધેર વહીવટ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 15 જેટલા સંચાલકો વાઉચર બિલો ભરી સિક્કા મારતા જોવા મળ્યા હતાં. શું સરકારી કર્મચારીઓને કામ ના કરવાનો પગાર લઈ રહ્યાં છે. એક સરકારી અધિકારીનો સિક્કો અતિ મહત્વનો હોય છે, તે વાત ખુબ સરકારી કર્મચારીઓ જ ભૂલી ગયા લાગે છે. કારણે કે, કર્મચારીએ પોતે કામ ન કરવું પડે તે માટે સિક્કા જ સોંપી દીધા હતા. જો કે,જાગૃત નાગરિક દ્વારા વીડિયો ઉતારવામાં આવતાં સંચાલકો રફુચક્કર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Surat: વરાછાના પ્રાઇમ સ્ટોરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે પાડ્યા દરોડા
સિક્કાનો દુરુપયોગ નહીં થયો હોય તેની શું ખાતરી?
આ સિક્કાનો કોઈ સંચાલકે દુરૂપયોગ નહીં જ કર્યો હોય તેવી ખાતરી કોણ આપી શકે? આખરે આ કર્મચારીઓ માટે સરકારી સિક્કાની કોઈ કિંમત જ નથી! કોઈ ખાનગી વ્યક્તિ સરકારી કર્મચારીની સિક્કાનો ઉપયોગ કેવી રીતે કરી શકે? શું આ જવાબદારી સરકારી કર્મચારીની નથી? નોંધનીય છે કે, આ બાબતે ગુજરાત ફર્સ્ટ દ્વારા મામલતદાર સાહેબ સાથે વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સરકારી યોજનાના ગેસનો વેપાર કરવો મોંઘો પડ્યો, મોરવા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
મુદ્દાની વાતમાં મામલતદાર સાહેબે કર્યું કબૂલ
નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા મામલતદાર સાહેબે કબૂલ કર્યું અને હા એ અમારી ભૂલ છે એમ કહી વાત સ્વીકારી હતી. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં કચેરી બહાર સિક્કાના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરી હતી. નોંધનીય છે કે, સરકારી સિક્કાનો આવી રીતે આવી રીતે ઉપયોગ થાય તે શરમજનક વાત છે. સરકારી કર્મચારીઓની ફરજ છે કે, પોતાના સિક્કાનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેવું ધ્યાન રાખે.
આ પણ વાંચો: Dhari : લિયોનિયા રિસોર્ટમાં રાસ રમતા યુવકનું હાર્ટએટેકથી મોત