Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DAHOD : દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર

DAHOD : દેવગઢબારિયા (devgadh baria) નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે એક અઠવાડીયા પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી. અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા...
dahod   દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર
Advertisement

DAHOD : દેવગઢબારિયા (devgadh baria) નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે એક અઠવાડીયા પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી. અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા માં ગુંજી રહ્યો છે તેની વચ્ચે આજે તેમની જ કચેરી ના રોજમદાર કર્મચારી મહેશ બારિયા એ એસિડ ની બોટલ ગટગટાવી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે.

અલગ અલગ દિશા માં તપસ હાથ ધરી

ગત 12 જુલાઈ એ નાયબ વન સંરક્ષક આર એમ પરમારે દાહોદ સ્થિત તેમના નિવાસ સ્થાને વહેલી પરોઢે પોતાની ખાનગી રિવોલ્વર થી માથા માં ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટના ને પગલે વન વિભાગ ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને નિર્વિવાદિત અધિકારીએ આ પગલું ભરતા અને તર્ક વિતર્કો સર્જાયા હતા અને અધિકારી નું આ પગલું ભરવા પાછળ નું કારણ શોધવા પોલીસે એફએસએલ ની મદદ પણ લઈ અલગ અલગ દિશા માં તપસ હાથ ધરી છે.

Advertisement

પરિવારજનો શોક માં ડૂબી ગયા

હજુ તો પોલીસ ને કોઈ કડી મળે તે પહેલા તેમની જ કચેરી માં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા મહેશ બારિયા નામ ના કર્મી એ ઘરે થી ઓફિસ જવાનું નીકળ્યા બાદ સંતરોડ ખાતે એસિડ ની બોટલ ગટગટાવી હતી. જેને પગલે તેમની તબિયત લથડી હતી, અને પરિવારજનો ને જાણ થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો હતો વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમનું દુખદ અવસાન થયું હતું .બનાવ ને પગલે પરિવારજનો શોક માં ડૂબી ગયા હતા. સાથે જ વનવિભાગ સહિત જિલ્લા માં ખળભળાટ મચી ગયો હતો. અને દરેક ના મુખે એક જ સવાલ ઉઠી રહ્યો છે એક જ કચેરી માં બીજા કર્મચારી ની આત્મહત્યા પાછળ કારણ શું હોઈ શકે, હાલ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Advertisement

અહેવાલ - સાબિર ભાભોર, દાહોદ

આ પણ વાંચો -- Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર

Tags :
Advertisement

.

×