Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Dahod : રોડ-રસ્તાની સુવિધા મજબુત બનાવવા રૂ. 6.29 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત

અભલોડ જિલ્લા પંચાયતમાં જુદા જુદા 11 જેટલા રસ્તાઓના વિકાસકાર્યોનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તાઓમાં ગરબાડા તાલુકાના અંતરાલ વિસ્તારમાં જુદા જુદા ગામડાઓને જોડતા રસ્તાઓ, જેમાં અમુક રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે, તેનું રિસર્ફેસિંગ તેમજ આર.સી.સી રોડ થકી નવીનીકરણ કરવામાં આવનાર છે.
dahod   રોડ રસ્તાની સુવિધા મજબુત બનાવવા રૂ  6 29 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત
Advertisement
  • દાહોદના ગરબાળામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેંટ અપાઇ
  • રસ્તાઓ નવા બનાવવા તેમજ રિસર્ફેસિંગના કાર્યોનું ખાતમૂહુર્ત કરાયું
  • સ્થાનિક ધારાસભ્ય, સરપંચ સહિતના સ્થાનિકો હાજર રહ્યા

Dahod : આજરોજ દાહોદના ગરબાડા વિધાનસભામાં આવતી અભલોડ જિલ્લા પંચાયતમાં જુદા જુદા 11 જેટલા રસ્તાઓના વિકાસકાર્યોનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તાઓમાં ગરબાડા તાલુકાના અંતરાલ વિસ્તારમાં જુદા જુદા ગામડાઓને જોડતા રસ્તાઓ, જેમાં અમુક રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે, તેનું રિસર્ફેસિંગ તેમજ આર.સી.સી રોડ થકી નવીનીકરણ કરવામાં આવનાર છે.

Advertisement

આ ફાયદા થશે

કુલ રૂપિયા 6.29 કરોડથી વધુના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ અને રિસ ફેર્સિગ કરવામાં આવશે. હાલ સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં સરકારની પાયાની સુવિધા નો અભાવ ના રહે, અને લોકોને સરળતાથી અવરજવર થઈ શકે, તેમજ વાહન વ્યવહાર થઈ શકે, તે માટે આ રસ્તાઓના કામ હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement

આ રસ્તાની કાયાપલટ થશે

રૂ. 6.29 કરોડના ખર્ચે ગરબાડા અભલોડ જિલ્લા પંચાયત સીટમાં આવતા વિજાગઢ નાના ફળિયા રોડ, ઉમરીયા પિક અપ સ્ટેન્ડ થી અભલોડ રોડ, અભલોડથી કોટડા ફળિયા વિજાગર રોડ, અભલોડ આંબલી ફળિયા રોડ, ભુદરખેડી ફળિયા રોડ ,અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જોડતો રોડ, ટૂંકીવજૂ કામાવીરા રોડ, ટૂંકીવજુ પ્રાથમિક શાળા તિતરીયા ફળિયા રોડ, ટૂંકીવજુ કામાવેરા રોજી ફળિયા રોડ, પાટીયા ખાતે રામદેવ ફળિયા તે ઘાટી ફળિયા સુધી રોડના કામો થનાર છે, જેનું રીસર્ફેસિંગ તેમજ નવીન આર.સી.સી બનાવવાની કામગીરી થનાર છે. આ ખાતમૂહુર્ત કાર્યક્રમમાં વિવિધ વિસ્તારના આગેવાનો ગામ લોકો સરપંચો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને શ્રીફળ વધેરીને તમામ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

(અહેવાલ - રાહુલ ગારી, દાહોદ) 

આ પણ વાંચો ------  Chhota Udepur : બોડેલી તાલુકાના કોસીન્દ્રાથી ભાખા ગામને જોડતો માર્ગ બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી

Tags :
Advertisement

.

×