ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod: સજા ભોગવી રહેલા સરકારી બાબુ અને બિલ્ડરની અન્ય ગુનામાં સંડોવણી આવતા ધરપકડ

Dahod: દાહોદના ચકચારી જમીનના નકલી હુકમ મામલે જેલમાં બંધ બિલ્ડર અને સીટી સર્વેના અધિકારીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી આવતા પોલીસે અટકાયત
10:47 PM Feb 24, 2025 IST | VIMAL PRAJAPATI
Dahod: દાહોદના ચકચારી જમીનના નકલી હુકમ મામલે જેલમાં બંધ બિલ્ડર અને સીટી સર્વેના અધિકારીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી આવતા પોલીસે અટકાયત
Dahod
  1. દાહોદ પોલીસે અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી
  2. સૌ પ્રથમ 2024 માં બે અલગ અલગ ફરિયાદ નોધવામાં આવી હતી
  3. મુખ્ય સૂત્રધાર એવા દાહોદના બિલ્ડર શૈશવ પરિખની ધરપકડ

Dahod: દાહોદના ચકચારી જમીનના નકલી હુકમ મામલે જેલમાં બંધ બિલ્ડર અને સીટી સર્વેના અધિકારીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી આવતા પોલીસે અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. દાહોદ જિલ્લામાં જમીનોના નકલી હુકમો બન્યા હોવાનું ધ્યાને આવતા તપાસ કરી પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સૌ પ્રથમ મે 2024 માં બે અલગ અલગ ફરિયાદ નોધવામાં આવી હતી જેમાં મુખ્ય સૂત્રધાર એવા દાહોદના બિલ્ડર શૈશવ પરિખની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ChhotaUdepur: વિદ્યાર્થીઓને ગુણવત્તા વગરનું જમવાનું આપવામાં આવે છે, વાલીઓએ લગાવ્યા આક્ષેપો

ટીડીઓએ 70 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

નોંધનીય છે કે, તબક્કાવાર અલગ અલગ બિલ્ડર અને જમીન દલાલો તેમજ સરકારી કર્મચારીઓની પણ ધરપકડ બાદ જ્યુડીઢિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. તપાસમાં વધુને વધુ જમીનોના નકલી એનએ હુકમો સામે આવ્યાં હતાં. માં તાલુકા પંચાયત કચેરીના ખોટા હુકમો બન્યા હોવાનું સામે આવતા ટીડીઓએ 70 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં 15 લોકોની ધરપકડ બાદ તપાસમાં જેલમાં બંધ બિલ્ડર શૈશવ પરીખ, જે તે સમયે મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી તેમજ સીટી સર્વે કચેરીના રિસ્તેદાર ડી કે પરમાર અને સર્વેયર રાહુલ ચાવડાની પણ સંડોવણી સામે આવી.

આ પણ વાંચો: Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે થયું ઘર્ષણ

પોલીસે કબ્જો મેળવી રિમાન્ડની તજવીજ હાથ ધરી

મહત્વનું છે કે, ટ્રાન્સફર વોરંટથી ચારેયનો પોલીસે કબ્જો મેળવી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. શૈશવ પરીખ અને અદનાન વોરા એનએ કરાવવા માટે જમીનદારો પાસેથી ફાઇલ લઈ કામ હાથ પર લેતા હતાં. જ્યારે સીટી સર્વેના ડી કે પરમાર અને રાહુલ ચાવડાએ સરકારી નીતિ નિયમો નેવે મૂકી પ્રોપર્ટી કાર્ડ બનાવી નાખ્યા હતાં નકલી હુકમો કોને બનાવ્યા અન્ય કોની કોની સંડોવણી છે તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BuilderDahodDahod NewsGovernment servantGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Dahod NewsLatest Gujarati News
Next Article