Dahod: ઝાલોદના કદવાલમાં હારનો અજીબ બદલો, ગામમાં અંધારપટ છવાતા ગ્રામજનોમાં રોષ
- Dahod ના કદવાલ ગામે ચૂંટણીના પરિણામ બાદ ભારે વિવાદ
- હાર પચાવી ન શકતા ઉમેદવારના સમર્થકો ગામની લાઈટો ઉખેડી ગયા
- કદવાલ-2 બેઠક પર સુમિત્રાબેન વસૈયાની હાર થતા સમર્થકોમાં રોષ
- જાહેરમાં સોલર લાઈટો ગાડીમાં ભરી લઈ જવાના વીડિયો વાયરલ
- જનતાની પાયાની સુવિધા છીનવી લેવાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ
- ગામમાં અંધારપટ છવાતા તંત્ર પાસે કડક કાર્યવાહીની ઉગ્ર માગ
દાહોદ (Dahod) જિલ્લાના ઝાલોદ (Jhalod) તાલુકાના કદવાલ ગામે લોકશાહીના પર્વ બાદ એક શરમજનક ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે, પરંતુ અહીં હાર પચાવી ન શકતા ઉમેદવારના સમર્થકોએ જનતાને મળેલી પાયાની સુવિધા જ છીનવી લીધી છે. કદવાલ-2 બેઠક પરના પરિણામ બાદ ગામમાં ભારે હોબાળો મચ્યો છે.
ઝાલોદના કદવાલ ગામે ચૂંટણીના પરિણામ બાદ વિવાદ
હાર પચાવી ન શકતા સોલર લાઈટો કાઢી લેવાતા ચકચાર
કદવાલ-2 બેઠક પર સુમિત્રાબેન વસૈયાની હાર થતા સમર્થકોમાં રોષ
સ્ટ્રીટ લાઈટો હારેલા ઉમેદવારના સમર્થકો ગાડીમાં ભરી ગયા
ચૂંટણીમાં હારનો બદલો જનતાની સુવિધા છીનવીને લેવાઈ
જાહેરમાં લાઈટો કાઢી લેવાના… pic.twitter.com/pmw8XHRBP6— Gujarat First (@GujaratFirst) April 30, 2026
હારેલા ઉમેદવારના સમર્થકોએ લાઈટો ઉતારી દીધી
મળતી માહિતી મુજબ, કદવાલ-2 બેઠક પર સુમિત્રાબેન વસૈયાની (Sumitrababen Vasaiya) હાર થતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ હારનો બદલો લેવા માટે સમર્થકોએ ગામના જાહેર માર્ગો પર લાગેલી સોલર સ્ટ્રીટ લાઈટો (Solar Street Lights) કાઢી લીધી હતી. ભરી બપોરે સમર્થકો ગાડી લઈને આવ્યા હતા અને એકપછી એક લાઈટો ઉતારીને ગાડીમાં ભરીને રવાના થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Dahod: ગ્રામજનોમાં ભારે આક્રોશ
ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં હારનો બદલો આ રીતે જનતાની સુવિધા છીનવીને લેવો તે લોકશાહીનું અપમાન છે. લાઈટો કાઢી લેવાતા ગામના મુખ્ય માર્ગો પર અંધારપટ છવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગામના જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. હારેલા ઉમેદવારના આ પ્રકારના વર્તનથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને 'લાઈટ ચોરી'ની આ અજીબ ઘટના હવે ઉચ્ચ સ્તરે પહોંચી છે.
આ પણ વાંચો: Mehsana BJP Victory Celebration:'ગેનીબેનના ગઢ અને વડગામમાં પણ ખીલ્યું કમળ!'- જગદીશભાઈ વિશ્વકર્મા


