Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : ગરબાડામાં 'સંગઠન સુજન અભિયાન' હેઠળ કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામ ખાતે આશ્રમ શાળામાં ગરબાડા કોંગ્રેસ પાર્ટીની સંગઠન સુજન અભિયાન અંતર્ગત કારોબારીની મિટિંગ યોજાય હતી, જેમાં ગરબાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીનાં વિવિધ હોદ્દેદારો આગેવાનો તેમ જ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા હોય તેવા ઉમેદવારો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
dahod   ગરબાડામાં  સંગઠન સુજન અભિયાન  હેઠળ કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ
Advertisement
  1. Dahod જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામે કોંગ્રેસની બેઠક
  2. આશ્રમ શાળામાં ગરબાડા કોંગ્રેસ પાર્ટીની 'સંગઠન સુજન અભિયાન' હેઠળ મિટિંગ
  3. 12 વિસ્તારમાંથી AAP નાં કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા
  4. દાહોદ જિલ્લામાં AAP ને મોટો ફટકો પડ્યો!

Dahod : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામ ખાતે આશ્રમ શાળામાં ગરબાડા કોંગ્રેસ પાર્ટીની સંગઠન સુજન અભિયાન અંતર્ગત કારોબારીની મિટિંગ યોજાય હતી, જેમાં ગરબાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીનાં વિવિધ હોદ્દેદારો આગેવાનો તેમ જ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા હોય તેવા ઉમેદવારો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

'સંગઠન સુજન અભિયાન' અંતર્ગત કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ

માહિતી અનુસાર, આ કોંગ્રેસ પાર્ટીની કારોબારીની મિટિંગ ગરબાડાનાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, વિરોધ પક્ષનાં નેતા કિરીટભાઈ પટેલ તેમ જ ગરબાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મુકેશભાઈ રાઠોડ તેમ જ સેવાદળ દાહોદ કોંગ્રેસનાં ઉપપ્રમુખ દિલીપભાઈ માવીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. 'સંગઠન સુજન અભિયાન' અંતર્ગત કોંગ્રેસ પાર્ટીની યોજાયેલી બેઠકમાં ગરબાડા તાલુકાનાં આમ આદમીનાં પાર્ટીનાં (AAP) કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Dahod : ધાનપુરના અગાસવાણી ગામે જૂના મકાનમાં ઘરફોટ ચોરી, લાખોની મતા લઈ તસ્કરો ફરાર

12 વિસ્તારમાંથી AAP કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

માહિતી મુજબ, 12 જેટલા અલગ-અલગ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનાં (AAP) કાર્યકર્તાઓએ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનાં હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં આપનાં એસ.ટી. સેલનાં પ્રમુખ પરમાર શૈલેષભાઈ લક્ષ્મણભાઈ, તેમ જ કાર્યકર્તા પરમાર પરેશભાઈ ચંદુભાઈ બોરીયાલા, નરેશભાઈ ચંદુભાઈ બિલવાળ, કનુભાઈ તેરસિંગભાઈ અને અભલોડમાંથી મકવાણા મયુરભાઈ મોતીભાઈ, જાદવ કાળુભાઈ, પ્રતાપભાઈ અને વિજયભાઈ ડામોર, ધવલભાઈ મકવાણા, રાહુલભાઈ ચાવડા અને મનુભાઈ ખરેલી સહિતનાં આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

અહેવાલ : રાહુલ ગારી, ગરબાડા/દાહોદ

આ પણ વાંચો - ChhotaUdepur માં પાણીજન્ય રોગોનો કાળો કેર! દૂષિત પાણીથી નગરજનો પર આરોગ્ય સંકટ

Tags :
Advertisement

.

×