Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી, 15 પૈકી 12 ની ધરપકડ

પકડાયેલા 12 પૈકી 4 સગીર જુવેનાઇલ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા...
dahod   સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી  15 પૈકી 12 ની ધરપકડ
Advertisement
  1. Dahod માં મહિલા પર અમાનવીય અત્યાચાર!
  2. લગ્નેતર સંબંધમાં મહિલાને તાલિબાની સજા!
  3. અત્યાચારનો વીડિયો વાઇરલ થતાં એક્શનમાં પોલીસ!
  4. મહિલાને છોડાવી પોલીસે કરી આકરી કાર્યવાહી!

દાહોદ જિલ્લામાં (Dahod) સમાજને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને પ્રેમ પ્રકરણ મામલે તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ (Viral Video) થતાં પોલીસે મહિલાનું રેસક્યું કરી ગુનો દાખલ કરી 15 પૈકી 12 લોકોની ધરપકડ કરી છે. સંજેલી તાલુકાનાં એક ગામમાં પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોઈ પરિણીત મહિલાને માર્યો માર હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

આ પણ વાંચો - મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!

Advertisement

Advertisement

15 સામે ગુનો, 12 લોકોની ધરપકડ કરાઈ

એકતરફ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓનાં અધિકારોની મોટી-મોટી વાતો થઈ રહી છે, તો બીજી તરફ મહિલાઓ પર અત્યાચારનાં બનાવો પણ છાશવારે સામે આવતા હોય છે. દાહોદ જિલ્લામાં ((Dahod)) અગાઉ પણ મહિલાઓ પર અત્યાચારના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત મહિલા પર અત્યાચારનો વીડિયો વાઇરલ થતાં ફિટકાર વરસી રહ્યો છે. વીડિયોનાં આધારે પોલીસે કાર્યવાહી કરીને 15 લોકો વિરુદ્ધ અત્યાચાર, અપહરણ એક્ટ મુજબની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી 12 ની ધરપકડ કરી છે, જેમાં 4 મહિલા, 4 પુરુષ અને 4 બાળ કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે અન્ય 3 લોકોની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા 12 પૈકી 4 સગીર જુવેનાઇલ જસ્ટિસ (Juvenile Justice) સમક્ષ રજૂ કરવામાં આવ્યા તેમ જ 4 મહિલાઓને જેલ હવાલે તેમ જ 4 પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Amreli Letterkand : જેલ મુક્તિ બાદ ત્રણેય આરોપી DG ઓફિસ પહોંચ્યા, કરી આ માગ

લગ્નેતર સંબંધમાં પરિણીત મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું!

ઘટનાની વાત કરીએ તો, 28 જાન્યુઆરીનાં રોજ દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકાનાં ઢાળસીમલ ખાતે મહિલાઓ સહિતના ટોળાં દ્વારા એક પરિણીત મહિલાના કપડાં કાઢી તેને માર મારતા બાઇક સાથે સાંકળ વડે બાંધી મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઝાલોદ DySP અને LCB સહિતની પોલીસ ટીમો વીડિયોની પુષ્ટિ કરી ઢાળસીમલ ખાતે પહોંચી હતી, જ્યાં મહિલાને એક મકાનમાં બંધક બનાવવામાં આવી હતી. પોલીસે મહિલાનું રેસક્યું કરી સ્થળ પરથી 4 મહિલા, 4 પુરુષ અને 4 બાળ કિશોરની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે મહિલાને અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમસંબંધ હોવાથી તેના સાસરી પક્ષનાં લોકોએ તેના પ્રેમીના ઘરેથી ઝડપી લઈ તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે Pankaj Joshi એ સંભાળ્યો ચાર્જ, કહ્યું- ગુજરાત દરેક ક્ષેત્રમાં..!

Tags :
Advertisement

.

×