ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod: સંજેલીમાં મહિલા સાથે થયો હતો અત્યાચાર! પોલીસે વધુ 3 આરોપીઓની કરી ધરપકડ

Dahod: દાહોદના સંજેલીમાં એક ઘટના બની જે માનવતાને શરમાવે કેવી ઘટના હતી. એક મહિલા સાથે એવી ક્રૃરતા કરવામાં આવી જે સાંભળવીને સામાન્ય વ્યક્તિનું હ્રદય પણ કંપી ઉઠે!
11:14 PM Feb 01, 2025 IST | VIMAL PRAJAPATI
Dahod: દાહોદના સંજેલીમાં એક ઘટના બની જે માનવતાને શરમાવે કેવી ઘટના હતી. એક મહિલા સાથે એવી ક્રૃરતા કરવામાં આવી જે સાંભળવીને સામાન્ય વ્યક્તિનું હ્રદય પણ કંપી ઉઠે!
Dahod
  1. દાહોદની આ ઘટનાએમ માનવતાને શરમાવી હતી
  2. મહિલાને તેના સાસરી પક્ષના લોકોએ આપી હતી તાલીબાની સજા
  3. આ કેસમાં પોલીસે 12 આરોપીઓની કરી હતી ધરપકડ

Dahod: દાહોદના સંજેલીમાં એક ઘટના બની જે માનવતાને શરમાવે કેવી ઘટના હતી. એક મહિલા સાથે એવી ક્રૃરતા કરવામાં આવી જે સાંભળવીને સામાન્ય વ્યક્તિનું હ્રદય પણ કંપી ઉઠે! આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી હોવાનું પણ સામે આવ્યું છે. દાહોદમાં મહિલાને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 12 આરોપીની ધરપકડ કરી હતી. આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી એસપીએ પીડિતાની મુલાકાત લઈ તેના પુન:સ્થાપન માટે આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો: EXclusive: શું હવે ગુજરાતમાં ટોળું ન્યાય કરશે? મહિલાને અર્ધનગ્ન કરી આપી તાલીબાની સજા!

સાસરી પક્ષના લોકોએ પરિણીતાને તાલિબાની સજા આપી હતી

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમલ ખાતે એક પરિણીત મહિલાને પ્રેમસંબંધ મામલે પરિણીતાના સાસરી પક્ષના લોકોએ પરિણીતાને તાલિબાની સજા આપી હતી. મહિલાને માર મારીને અર્ધનગ્ન હાલતમાં બાઈક સાથે સાંકળથી બાંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક મહિલાનું રેસક્યું કરી 15 લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી રાત માં જ 12 લોકો ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ‘ગરીબ, યુવા અને ખેડૂતોને ગતિ આપનારૂ બજેટ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

એસપીએ આપી મહિલાના પુનર્વસન અને રોજગાર માટેની ખાત્રિ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અન્ય ત્રણ ફરાર આરોપીને પણ ઝડપી લીધા હતાં. દાહોદ એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ સંજેલી ખાતે જઇ પીડિતાની મુલાકાત લીધી હતી. એસપીએ કહ્યું હતું કે, મહિલાઓ ઉપર અત્યાચાર મામલે પોલીસ તેમનું પિયરિયું છે. સંજેલીની પીડિત મહિલા સમાજમાં માનભેર જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા તેના પુનર્વસન અને રોજગાર માટેની એસપીએ ખાત્રિ આપી હતી.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: ભટાર વિસ્તારમાં ધર્મ પરિવર્તનના ખેલમાં યુવકે ગુમાવ્યો જીવ! હિંદુ મહાસભાના પ્રમુખનો આરોપ

Tags :
DahodDahod PoliceDahod SPDahod SP Dr. Rajdeep Singh JhalaDr. Rajdeep Singh JhalaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsSanjeli police ActionSanjeli police arrested 3 accusedwoman was tortured
Next Article