Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DAMAN : 31 ડીસેમ્બર આવતા દમણ ધમધમતું થયું, જાણો નવા વર્ષની ઉજવણી લઈને કેવો છે માહોલ

31 ડિસેમ્બર અને નવા વર્ષ ની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનો થનગની રહ્યા છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે જાણીતા સ્થળો પર ફરવા જતા હોય છે . છેલ્લા કેટલાક સમય થી ગુજરાતીઓ અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યો માંથી...
daman   31 ડીસેમ્બર આવતા દમણ ધમધમતું થયું  જાણો નવા વર્ષની ઉજવણી લઈને કેવો છે માહોલ
Advertisement

31 ડિસેમ્બર અને નવા વર્ષ ની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનો થનગની રહ્યા છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે જાણીતા સ્થળો પર ફરવા જતા હોય છે . છેલ્લા કેટલાક સમય થી ગુજરાતીઓ અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યો માંથી પર્યટકો સસ્તા બજેટ માટે દમણને પસંદ વધારે કરી રહ્યા છે. પ્રવાસન પર નભતા સંઘ પ્રદેશ દમણ માટે ક્રિસમસ અને ન્યુ યરની રજાઓમાં અનોખો માહોલ જોવા મળે છે. આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે. અને દમણ અત્યારથી જ ધમધમતું થઈ ગયું છે, આથી હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ છે. આવો બતાવીએ દમણમાં નવા વર્ષની ઉજવણી લઈને કેવો છે માહોલ .

17 Things to Do in Daman

Advertisement

31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળે છે. લોકો નવા વર્ષને વધાવવા ફરવા ફરવાના સ્થળ પર જતા હોય છે .જોકે આ વખતે દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. દમણમાં અત્યારથી જ પર્યટકોની ભીડ જામી રહી છે. દમણ પોતાના કુદરતી નઝારા માંટે જાણીતું છે. અહી દર વરસે હજારો પ્રવાસીઓ આવે છે, ખાસ કરીને જે લોકોને દરિયા કિનારો આકર્ષે છે, તે લોકો માંટે દમણ સ્વર્ગ સમાન છે. અહીંના કિલ્લા ,જેટી અને સંઘ પ્રદેશન દમણમાં દરિયા કિનારાનો નયનરમ્ય નઝારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંના જામ્પોર અને દેવકા બીચ દરેક ઉમરના લોકોનું મન મોહી લે છે, બીચ પર બાળકો અને યુવાનો હોર્સરાઇન્ડિગ ,કેમલ રાઇડિંગ કરી મઝા માણતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વધુમાં વધુ પ્રવાસીઓએ 31 ST અને નવા વર્ષને વધાવવા પરિવાર સાથે દમણ પહોંચે છે. આ આ વર્ષે પણ અત્યારથી જ મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે, અને દમણમાં દરિયા કિનારા અને અન્ય જોવાલાયક સ્થળો પર ફરી ખુશી અનુભવી રહ્યા છે.

Advertisement

210+ Daman And Diu Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

દમણમાં હોટેલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે. જેમાં આખું વર્ષ દેશભરમાંથી પર્યટકો દમણની મુલાકાત લે છે. જોકે દર વર્ષે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું દમણના ઉદ્યોગો માટે સૌથી લાભદાયી પુરવાર થાય છે. આ વર્ષે પણ ક્રિસમસ અને નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ પણ થનગની રહ્યો છે, દમણની દરેક હોટેલોમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી હોટેલ પ્રવાસીઓને આવકારવા આતુર છ પ્રકારની તૈયારી પૂર્ણ થઇ ગઈ છે. આ વખતે દમણની હોટેલોમાં પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ રાખ્યા છે. થર્ટી ફસ્ટની રાત્રે ડી જે અને મ્યુઝિક પાર્ટીઓનું પણ આયોજન થયું છે. તમામ હોટલોમાં એડવાન્સ બુકિંગ હાઉસફૂલ થઈ ગયા છે. આથી દમણનો હોટેલ ઉદ્યોગ પણ અત્યારે ઉત્સાહમાં છે.

Best Time To Visit Daman > Weather, Temperature & Season

નવા વર્ષ અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે માટે ગોવા પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં થયેલા વિકાસ અને દરિયા કિનારે કરોડોના ખર્ચે તૈયાર થયેલ નમો પથ અને સી ફેસ રોડ પર્યટકોને આકર્શી રહ્યું છે, અને ઓછા બજેટમાં ગોવા જેવી મસ્તી માણવા હવે પર્યટકો દમણની મુલાકાત લે છે, ત્યારે સંઘ પ્રદેશ દમણનો હોટલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગની ગયું છે.  વર્ષના છેલા દિવસને સંગીત અને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષને ઉજવણીથી આવકારવા પ્રવાશીઓ પણ થનગની રહ્યા છે.

આ પણ વાંચો -- મરુ, મેરુ અને મેરામણની ભૂમિનું ગામ ધોરડો-વિશ્વનું બેસ્ટ ટૂરિઝમ વિલેજ

Tags :
Advertisement

.

×