Daman : કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે કરી ચોંકાવનારી માગ, PM મોદીને પણ કરશે રજૂઆત!
- કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે દમણની (Daman) મુલાકાતે
- દમણ, દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્યની માગ કરી
- આવનારા સમયમાં PM મોદીને પણ રજૂઆત કરશે!
- જો માગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી
- 'ઓપરેશન સિંદૂર' મુદ્દે રામદાસ આઠવલેની પ્રતિક્રિયા, રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale) આજે દમણની (Daman) મુલાકાતે હતા. દરમિયાન, તેમણે ચોંકાવનારી માગ કરી હતી. રામદાસ આઠવલે દમણ, દીવ અને દાદરાનગર હવેલીને (Dadra Nagar Haveli) અલગ રાજ્યની માગ કરી હતી. અલગ રાજ્યમાં વલસાડનો પણ સમાવેશ કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આવનારા સમયમાં PM મોદીને (PM Narendra Modi) આ અંગે રજૂઆત કરશે. આ સાથે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો - Jamnagar : હોટેલ-રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા ચેતજો! હવે કેરીનાં રસમાંથી નીકળ્યો વંદો!
દમણ, દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્યની માગ
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે (Ramdas Athawale) આજે દમણની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન, તેમણે ચોંકાવનારી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દમણ (Daman), દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજયનો દરજ્જો મળે. આ અલગ રાજ્યમાં વલસાડ જિલ્લાનો (Valsad) પણ સમાવેશ કરવામાં આવે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, આ મુદ્દે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળીને રજૂઆત પણ કરશે.
-કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે દમણની મુલાકાતે
-દમણમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની ચોંકાવનારી માગ
-દમણ, દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્યની માગ
-'અલગ રાજ્યમાં વલસાડનો પણ સમાવેશ કરવામાં આવે'
-'આવનારા સમયમાં PM મોદીને પણ રજૂઆત કરશે'
-જો માગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચિમકી… pic.twitter.com/D1TYdvfn9q— Gujarat First (@GujaratFirst) May 20, 2025
આ પણ વાંચો - Gondal : બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ગંભીર આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ
રાહુલ ગાંધીને પાકિસ્તાનને એવોર્ડ આપવો જોઈએ : રામદાસ આઠવલે
માહિતી અનુસાર, જો માગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે, જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પ્રદેશમાં આંદોલન કરવામાં આવશે. ઉપરાંત, 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પર વિરોધ પક્ષ અને રાહુલ ગાંધી દ્વારા સબૂત માંગવા મામલે રામદાસ આઠવલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. રાહુલ ગાંધીને પાકિસ્તાનને એવોર્ડ આપવો જોઈએ.
આ પણ વાંચો - Triple Accident : અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટ્રિપલ અકસ્માત, એકનું મોત, 4 ઘવાયા