ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ban Mobile: દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ, 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

Ban Mobile: Ban Mobile: ડૉ.સૈયદના આલિકદાર મુફદ્દ્લ મૌલાનાએ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ઉપપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
09:53 AM Dec 26, 2024 IST | VIMAL PRAJAPATI
Ban Mobile: Ban Mobile: ડૉ.સૈયદના આલિકદાર મુફદ્દ્લ મૌલાનાએ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ઉપપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
ban mobile phones For children
  1. સ્માર્ટ ફોનના યુગમાં દાઊદી વ્હોરા સમાજની નવી પહેલ
  2. ધર્મગુરુ ડો. સૈયદના આલિકદાર મુફદ્દ્લ મૌલાનાનો આદેશ
  3. 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ના આપવા ફરમાન

Ban Mobile: આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના કારણે ખોટામાર્ગે પણ જતાં હોય છે. આજના બાળકો મોબાઈલના કારણે અભ્યાસમાં પણ રુચિ દાખવતાં નથી. તેમજ પહેલાની જેમ ગળી મોહલ્લાની રમતો રમતા પણ જોવા મળતા નથી.

આ પણ વાંચો: Gujarat: છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

આદેશને સમગ્ર સમાજના લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો

આજના જમાનામાં ગલી-મોહલ્લાની રમતો સાવ લુપ્ત થયેલી જોવા મળી રહી છે. આ સાથે જ બાળકોના માનસ ઉપર આડઅસર પણ જોવા મળે છે. ત્યારે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ 53 માં દાઈ ડૉ.સૈયદના આલિકદાર મુફદ્દ્લ મૌલાનાએ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ઉપપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ધર્મગુરુના આદેશને સમગ્ર સમાજના લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો છે અને બાળકોને મોબાઈલ આપવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

આ પણ વાંચો: Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત! ત્રણ આઇસર બળીને ખાખ

માતા-પિતાઓ નિર્ણયને સહર્ષ આવકાર્યો

વાલીઓનું માનવું છે કે, આ નિર્ણય ખૂબ સારો છે, આવકારદાયક છે મોબાઈલ છૂટી જશે તો બાળકો અલગ અલગ રમતો અને પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં ધ્યાન આપી શકશે. આ સાથે દરેક વાલીઓને પણ આ મુહિમમાં જોડાવવા અપીલ કરી હતી. બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કુમળી વયના બાળકોને મોબાઈલથી દૂર કરી વાલીઓ એ પણ બાળકોને સમાય આપવો જોઇયે તેમજ અલગ અલગ પ્રવૃતિમાં સહકાર આપવો જોઇયે તેવું સમગ્ર દાઉદી વ્હોરા સમાજ મણિ રહ્યો છે. ધર્મગુરુના આદેશને સહર્ષ સ્વીકાર કરી વચન આપ્યું છે કે, દરેક વ્યકતી પોતાના બાળકો ને મોબાઈલ નહીં આપે.

અહેવાલઃ સાબિર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Vadodara :ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો ફંગોળાયા

Tags :
ban mobileban mobile phonesban mobile phones For childrendawoodi bohradawoodi bohra communityGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsNo Mobile Touchreligious leaderTop Gujarati News
Next Article