Surat માં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, શો-રૂમમાં રહેલા 2 લોકોનાં ગળા કાપી નાખ્યા
- 3 લૂંટારુઓએ આખો શો-રૂમ બાનમાં લીધો
- પ્રતિકાર કરનારા બે લોકોને લુંટારાઓએ ઘાયલ કર્યા
- લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
Surat News : Gujarat માં ગુનેગારોને હવે પોલીસનો કોઇ પણ પ્રકારનો ભય રહ્યો નથી. લુંટારાઓ હવે ધોળા દિવસે પણ લૂંટ કરે છે. સુરતના ભેંસ્તાન વિસ્તરમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ થયો હતો. બપોરના સમયે 3 લોકોએ જ્વેલરી શોપમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે દુકાનમાંથી પ્રતિકાર કરનારા બે વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા માર્યા હતા. જેના કારણે બંન્ને લોકો લોહીલુહાણ થઇ ગયા હતા.
આ પણ વાંચો : ટ્રેનમાં સીટ મામલે બબાલ થઇ કિશોરે આધેડની ચાકુ હુલાવીને હત્યા કરી નાખી
ગ્રાહકોએ પ્રતિકાર કરતા લૂંટારુઓ ભાગી છુટ્યા
જો કે લૂંટ નિષ્ફળ ગયા બાદ 2 આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક શંકાસ્પદ વ્યક્તિને લોકોએ ઝડપી લીધો હતો. ભેસ્તાન ચાર રસ્તા પર આવેલા શાંતિનાથ જ્વેલર્સમાં બપોરના સમયે લૂંટનો પ્રયાસ થયો હતો. બપોરે 2થી 2.30 વાગ્યાની આસપાસ 3 લૂંટારાઓ તીક્ષ્ણ હથિયારો સાથે શોરૂમમાં ઘુસ્યા હતા. તેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે દુકાનમાં રહેલા એક આધેડ વ્યક્તિએ પ્રતિકાર કર્યો હતો. જેથી લુંટારાઓએ તેના પર હુમલો કરી દીધો હતો. જેના કારણે આધેડ લોહીલુહાણ થઇ ગયા હતા.
આ પણ વાંચો : Narmada : 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે Chaitar Vasava નો વિરોધ, ઊગ્ર ધરણા પ્રદર્શનની ઉચ્ચારી ચીમકી!
ઝપાઝપીમાં એક વ્યક્તિને લોકોએ ઝડપી લીધો
લૂંટની ઘટના બાદ બુમાબુમ થઇ હતી. જેના પગલે સ્થાનિક અને આસપાસની દુકાનના લોકો દોડી આવ્યા હતા. 3 પૈકી 1ને ઝડપી લીધો હતો. જ્યારે લોહુલુહાણ હાલતમાં બંન્ને લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો શંકાસ્પદ લૂંટારાને પોલીસને સોંપી દેવાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. ઝડપાયેલા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો : London airpor: લંડનના ગેટવિક એરપોર્ટ પર હડકંપ, આખું એરપોર્ટ કરાયું ખાલી