Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deesa Blast : શક્તિસિંહ ગોહિલનાં ગંભીર આરોપ, ઋષિકેશ પટેલ અને હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોટો આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર આરોપીઓને બચાવવા પ્રયાસ કરે છે.
deesa blast   શક્તિસિંહ ગોહિલનાં ગંભીર આરોપ  ઋષિકેશ પટેલ અને હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
Advertisement
  1. ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને (Deesa Blast)
  2. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો મોટો આક્ષેપ
  3. સરકાર આરોપીઓને બચાવવા પ્રયાસ કરે છે : શક્તિસિંહ ગોહિલ
  4. આવી દુર્ઘટના મુદ્દે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ : હિતેન્દ્ર પટેલ
  5. FSL ની ટીમ દ્વારા ફાઇલન રિપોર્ટ આપશે : ઋષિકેશ પટેલ

બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ડીસા GIDC માં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ (Deesa Blast) માં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે હવે ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) આમને-સામને થયા છે. બંને પક્ષનાં નેતાઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ગંભીર આક્ષેપ કર્યા છે. જ્યારે, આ મામલે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અને ભાજપ નેતા હિતેન્દ્ર પટેલનું (Hitendra Patel) નિવેદન પણ સામે આવ્યું છે.

મૃતકોનાં પરિજનો આવે તે પહેલા મૃતદેહ રવાના કરાયા : શક્તિસિંહ ગોહિલ

ડીસા GIDC માં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Deesa Blast) મામલે હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. આ દુર્ઘટના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પણ આ કેસમાં સઘન અને નિષ્પક્ષ તપાસની ખાતરી અપાઈ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોટો આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર આરોપીઓને બચાવવા પ્રયાસ કરે છે. મૃતકોનાં પરિજનો આવે તે પહેલા મૃતદેહ રવાના કરાયા. FSL ની તપાસ વિના માનવઅંગો જોડી પોસ્ટમોર્ટમ કરાયું હોવાનો ગંભીર આરોપ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે (Shaktisinh Gohil) કર્યો છે. ઉપરાંત, તેમણે કહ્યું કે, આ કૃત્ય અમાનવીય, ચલાવી ન લેવાય. સમગ્ર ઘટનામાં સ્થાનિક અધિકારીઓ પણ જવાબદાર છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો - Deesa Blast : સરકારે SIT ની રચના કરી, મૃતકનાં પરિવારની CM ને રજૂઆત, કથાકાર મોરારીબાપુની જાહેરાત

Advertisement

સરકાર કોઈપણને બચાવવા માંગતી નથી : હિતેન્દ્ર પટેલ

બીજી તપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં આરોપ પર ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે (Hitendra Patel) પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી કહ્યું કે, આવી દુર્ઘટના મુદ્દે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ. સરકાર કોઈપણને બચાવવા માંગતી નથી. સમગ્ર ઘટનામાં સરકારે ત્વરિત પગલાં લીધા છે. બંને આરોપીઓ પણ પકડાઈ ગયા છે અને તપાસ માટે ખાસ SIT ની પણ રચના કરાઈ છે.

આ પણ વાંચો - Navsari Fire : ડીસા બાદ નવસારીની પેપર મિલમાં લાગી વિકરાળ આગ, દૂર સુધી દેખાયા ધુમાડાનાં ગોટેગોટા

નવી મંજૂરી ફેક્ટરી માલિકને આપી નહોતી : ઋષિકેશ પટેલ

ડીસા ફેક્ટરી બ્લાસ્ટ (Deesa Blast) મુદ્દે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નવી મંજૂરી ફેક્ટરી માલિકને આપી નહોતી. પોલીસે વીડિયોગ્રાફીનાં આધારે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. સ્ટોરેજ કે ફટાકડા બનાવવાની કોઈ પરવાનગી નહોતી. ગેરકાયદેસર રીતે ફટાકડાનો માલ લાવવામાં આવ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આગળ કહ્યું કે, ફટાકડા બનાવતા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ મામલે FSL ની ટીમ દ્વારા ફાઇલન રિપોર્ટ આપશે.

આ પણ વાંચો - Dakor : હોટ ડોગમાંથી કીડીઓ નીકળી! ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાન માલિકે કહ્યું- આ તો...

Tags :
Advertisement

.

×