Deesa News: ડીસા-પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 7 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા
Deesa News: ડીસા-પાલનપુર હાઇવે (Deesa-Palanpur Highway) પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોટા ગામ (Mota Gam) નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસ (ST Bus) ટેન્કરની પાછળ ધડાકાભેર ઘુસી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં બસચાલક સહિત કુલ 7 મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
Deesa: ટેન્કર અને st બસનો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, એસટી બસ ડિસાથી પાલીતાણા (Deesa to Palitana) રૂટ પર જઈ રહી હતી. હાઇવે પર વાહન વ્યવહાર દરમિયાન ટેન્કરચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી એસટી બસના ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ સીધી ટેન્કરની પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસના આગળના ભાગનો કુરચો નીકળી ગયો હતો.
અકસ્માતની થતા લોકો દોડી આવ્યા
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી સેવાનો (108 Ambulance) સંપર્ક કર્યો હતો. ૧૦૮ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈના મૃત્યુના સમાચાર નથી, પરંતુ મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ
આ બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ (Traffic Jam) ની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પૂર્વવત કરાવી હતી. ડીસા પોલીસ (Deesa Police) દ્વારા અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટેન્કરચાલકની ભૂલ છે કે બસચાલકની બેદરકારી, તે અંગે સીસીટીવી (CCTV) અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાઈવે પર વારંવાર બનતી આ પ્રકારની દુર્ઘટનાઓને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે વાહનચાલકોને હાઈવે પર વાહન ચલાવતી વખતે પૂરતું અંતર જાળવવા અને ગતિ મર્યાદાનું પાલન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: IPL Final મેચ ઉપર વરસાદનું સંકટ, જાણો હવામાન અંગે શું છે આગાહી


