Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deesa: ડીસામાં થયેલી લૂંટના આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ડીસા પોલીસે નિકાળ્યું સરઘસ!

પોલીસ મથકથી શહેરના મુખ્યમાર્ગો પર આરોપીઓને ફેરવ્યા ભરબજારમાં લૂંટ કરીને આરોપીઓ થયા હતા ફરાર શહેરના મુખ્યમાર્ગો પર આરોપીઓના સરઘસને જોવા ઉમટ્યા લોકો Deesa: ડીસામાં થોડા દિવસો પહેલા લૂંટની ઘટના બની હતી, તેમાં એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટારાઓએ 80...
deesa  ડીસામાં થયેલી લૂંટના આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ડીસા પોલીસે નિકાળ્યું સરઘસ
Advertisement
  1. પોલીસ મથકથી શહેરના મુખ્યમાર્ગો પર આરોપીઓને ફેરવ્યા
  2. ભરબજારમાં લૂંટ કરીને આરોપીઓ થયા હતા ફરાર
  3. શહેરના મુખ્યમાર્ગો પર આરોપીઓના સરઘસને જોવા ઉમટ્યા લોકો

Deesa: ડીસામાં થોડા દિવસો પહેલા લૂંટની ઘટના બની હતી, તેમાં એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટારાઓએ 80 લાખની લૂંટ કરી હતીં. ડીસા (Deesa)માં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરનાર લૂંટારોને બનાસકાંઠા પોલીસ (Banaskantha Police)એ ઝડપી પાડ્યા છે. આ લૂંટારોને અને રીઢા ગુનેગારોની શાન ઠેકાણે લાલવા માટે ડીસા (Deesa)માં પોલીસ દ્વારા જાહેરમાં ભરબજારે લૂંટારાઓનું સરઘસ કાઢવામાં આવ્યું.

આ પણ વાંચો: Jetpur: પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, મોઢે આવેલો કોળિયો છીનવાયો

Advertisement

આરોપીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસે ઉઠાવ્યું પગલું!

ડીસામાં થોડા દિવસ અગાઉ એચ.એમ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા 48 લાખ ઉપરાંતની રકમ ભરેલો થયેલો બંદૂકની નાળિયે લૂંટી લેવામાં આવ્યો હતો. જે બાબતે આંગડિયા પેઢીના કર્મચારી નીકુલ પંચાલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આ કેસમાં સતત પાંચ દિવસ સુધી 250 થી વધુ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન્સ સર્વિસની મદદથી તેમજ રીઢા ગુનેગારોની પૂછપરછના આધારે પોલીસે કુલ સાત આરોપીઓને દબોચી લીધા છે.

Advertisement

આ પણ વાંચો: Surat : આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા રત્ન કલાકારો માટે જનમંચ કાર્યક્રમ! અમિત ચાવડાએ કરી આ માગ

આરોપીઓને હાથ જોડાઈને સર્કસ કાઢીને ફેરવવામાં આવ્યા

તમામ આરોપીઓને ડીસા ખાતે લાવ્યા હતા. પોલીસ દ્વારા લોકોમાં ગુનેગારોનો રોફ દૂર થાય તે હેતુથી લૂંટ થયેલ વિસ્તાર લાલચાલી સહિત આરોપીઓને જે વિસ્તારમાં રહે છે. તે વિસ્તારના તેરમીનાળા, બેકરીકુવા, જૂનાબસ સ્ટેન્ડ, ફુવારા વિસ્તારમાં આરોપીઓને હાથ જોડાઈને સર્કસ કાઢીને ફેરવવામાં આવ્યા હતા. આ રેઢા ગુનેગારોએ ચોરીના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો અને કઈ જગ્યાએથી તેમને લૂંટ કરી હતી તે તમામ વિગતો આ ગુનેગારો પાસેથી જ સ્થળ પરથી મેળવી હતી.

આ પણ વાંચો: Surat : BJP કોર્પોરેટરનો આપઘાતનો પ્રયાસ કે ફૂડ પોઈઝનિંગ? ભાઈએ Gujarat First ને જણાવી હકીકત!

Tags :
Advertisement

.

×