Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચોમાસા પૂર્વે પ્રભા કોતરને આડે સંરક્ષણ દિવાલ બનાવી આપવા ગોધરાના ગણેશનગરના રહીશોની માંગ

અહેવાલઃ નામદેવ પાટિલ, ગોધરા  ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલી ગણેશનગર સોસાયટીમાં રહેતા રહીશોની ચોમાસામાં ભારે કફોડી હાલત થાય છે. ગણેશ નગર સોસાયટી અહીંથી પસાર થતા પ્રભા કોતરના કિનારે આવેલી છે .જેથી ચોમાસા દરમિયાન પ્રભા કોતરનું વરસાદી પાણી સોસાયટીમાં ભરાઈ...
ચોમાસા પૂર્વે પ્રભા કોતરને આડે સંરક્ષણ દિવાલ બનાવી આપવા ગોધરાના ગણેશનગરના રહીશોની માંગ
Advertisement

અહેવાલઃ નામદેવ પાટિલ, ગોધરા 

ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલી ગણેશનગર સોસાયટીમાં રહેતા રહીશોની ચોમાસામાં ભારે કફોડી હાલત થાય છે. ગણેશ નગર સોસાયટી અહીંથી પસાર થતા પ્રભા કોતરના કિનારે આવેલી છે .જેથી ચોમાસા દરમિયાન પ્રભા કોતરનું વરસાદી પાણી સોસાયટીમાં ભરાઈ જતા ભારે નુકશાન વેઠવું પડે છે. આ ઉપરાંત મકાનોની દિવાલોનું સતત ધોવાણ થઈ રહ્યું છે.

Advertisement

અહીં કોતર ઉપર બનાવવામાં આવેલા બ્રિજની કામગીરી દરમિયાન વેસ્ટ મટીરીયલનો જથ્થો પણ ત્યાં જ પડી રહ્યો હોવાથી વરસાદી પાણી આગળ વહી જવામાં અવરોધ ઉભો થતાં વરસાદી પાણી બેક થઈ ગણેશ નગર સોસાયટીમાં ઘૂસી જતુ હોય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પ્રભા કોતરના કિનારા ઉપર સંરક્ષણ દિવાલ બનાવી આપવામાં આવે એવી સ્થાનિકો માંગ ઉઠી છે.

Advertisement

ગોધરા આઈ.ટી.આઈ સામે આવેલી ગણેશનગર સોસાયટી પ્રભાકોતરના કિનારે આવેલી છે.આ સોસાયટી માં રહેતા અંદાજિત 40 જેટલા પરિવારોને દર ચોમાસામાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન કોતર માંથી ઉપરવાસ માંથી આવતું ધમધસતું વરસાદી પાણી અને ગંદો કચરો પણ મકાનમાં આવી જાય છે. વળી દરમિયાન કેટલાક જીવ જંતુઓ પણ મકાનોમાં ઘૂસી જતા હોવાથી અહીંના રહીશો અને સતત ભયના ઓથાર હેઠળ રહેવું પડે છે.

કેટલાક રહીશો ચોમાસા દરમિયાન અહીંયા થી આ સમસ્યાને લઈ સ્થળાંતર કરી અન્યત્ર રહેવા જવા માટે મજબૂર બને છે. સોસાયટીના રહીશોએ પ્રભા કોતરના આડે સંરક્ષણ દિવાલ બનાવી આપવા અંગે વારંવાર સંલગ્ન તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ જેનું આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.ત્યારે ચોમાસા પૂર્વે સલગ્ન વિભાગ ગણેશ નગર સોસાયટીના રહીશોની ચિંતા કરે અને હાલ સંરક્ષણ દિવાલની કામગીરી ભલે ન થઈ શકે પરંતુ વરસાદે પાણીનો જમાવડો થતો અટકે એ માટે વરસાદી પાણીના પ્રાથમિક તબક્કે યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા કરે અને ત્યારબાદ સમસ્યાના કાયમી હલ માટે સંરક્ષણ દિવાલ આગામી સમયમાં બનાવી આપે એવી સોસાયટીના રહીશોમાં માંગ ઉઠી છે.

Tags :
Advertisement

.

×