Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યભરમાં 'Mega Demolition' ની કાર્યવાહીથી 'અસામાજિક તત્વો' માં ફફડાટ!

ગાંધીનગર, સુરત, અમરેલી, મહેસાણા સહિતનાં જિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં  mega demolition  ની કાર્યવાહીથી  અસામાજિક તત્વો  માં ફફડાટ
Advertisement
  1. હાઈકોર્ટનાં આદેશ બાદ રાજ્યભરમાં ડિમોલિશનની કાર્યવાહી (Mega Demolition)
  2. ગાંધીનગર, સુરત, અમરેલી, મહેસાણા સહિતનાં જિલ્લામાં ચાલ્યું 'તંત્રનું બુલડોઝર'
  3. અસામાજિક તત્વોનાં ગેરકાયદેસરનાં બાંધકામ સામે પોલીસ, કોર્પો.ની કડક કાર્યવાહી
  4. અમરેલીમાં વીજચોરી કરનારાઓ પાસેથી વસૂલાયો રૂ. 1 લાખનો દંડ

હાઈકોર્ટનાં (Gujarat High Court) આદેશ બાદ રાજ્યભરમાં પોલીસે અસામાજિક તત્વોનાં આતંક અને ગેરકાયદેસરનાં દબાણ સામે તવાઈ બોલાવી છે. કડક કાર્યવાહીનાં ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ સ્થાનિક કોર્પોરેશનની ટીમને સાથે રાખી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદાસરનાં દબાણો (Mega Demolition) દૂર કરી રહી છે. ગાંધીનગર, સુરત, અમરેલી, મહેસાણા સહિતનાં જિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં અસામાજિક તત્વોની મિલકતો પર ચાલ્યું 'તંત્રનું બુલડોઝર'

રાજ્યનાં પાટનગર ગાંધીનગર જિલ્લાનાં (Gandhinagar) કલોલ તાલુકામાં અસામાજિક તત્વોની મિલકતો પર 'તંત્રનું બુલડોઝર' ચાલ્યું છે. માહિતી અનુસાર, બુટલેગર જિગ્નેશ અને મનુજી જીવણજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે. ગેરકાયદેસર પાર્લરનાં બાંધકામ પર બુલડોઝર ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, મહેસાણા શહેરમાં પણ અસામાજિક તત્વોનાં ગેરકાયદે દબાણ દૂર કરાયા છે. મહેસાણા શહેરમાં બુટલેગર યુનુસ અબ્દુલ ફકીર અને યુસુફ અબ્દુલ ફકીરનાં હૈદરી ચોક ખાતે આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા છે. પોલીસે નગરપાલિકાની ટીમની મદદથી આ કાર્યવાહી કરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

મહેસાણામાં કુખ્યાત ગેંગને કરાવ્યું કાયદાનું ભાન!

આ સિવાય મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકામાં પણ કુખ્યાત ગીરી ગેંગ અને હનીફ જાડી ગેંગનાં દબાણો તોડી પડાયા છે. ઘુમ્મટિયા વિસ્તાર અને કોર્ટ પાસે લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસરનાં દબાણો ધ્વસ્ત થયા છે. આ કાર્યવાહી દરમિયાન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Gujarat Police) રાખવામાં આવ્યો હતો. DySP, LCB, SOG, કોર્પોરેશન સહિતની ટીમો હાજર રહી હતી.

સુરતમાં બોમ્બેકાંડનાં આરોપી વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી

સુરતમાં પણ ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાને સાથે રાખી અસામાજિક તત્વોનાં ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા છે. માહિતી અનુસાર, બોમ્બકાંડનાં આરોપી મુસ્તાક પટેલનાં ત્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછા લંબે હનુમાન રોડ પર આવેલ ખારવા ચાલમાં બે દિવસ અગાઉ આરોપી અલ્તાફ પટેલને ત્યાં સર્ચ હાથ ધરાયું હતું. જ્યારે, આજે ડિમોલિશનની કાર્યવાહી (Mega Demolition) કરવામાં આવી છે. આર્મ્સ એક્ટનાં ગુનાનાં આરોપી અલ્તાફના મામા મુસ્તાક પટેલના ઘરે બ્રિજ અને ઓટલાનું ડિમોલિશન કરાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, અલગ-અલગ પોલીસ મથકોનાં PI, ACP, DCP સહિત પોલીસનો મોટો કાફલો અને કોર્પોરેશનની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો - રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી

અમરેલીમાં વીજચોરી કરનારા પાસેથી 1 લાખનો દંડ વસૂલાયો!

અમરેલીની (Amreli) વાત કરીએ ચલાલા ખાતે પોલીસ અને PGVCL દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ છે. ગેરકાયદેસર વીજ વાપરતાં અસમાજિક તત્વોને ત્યાં પોલીસ અને PGVCL એ દરોડા પાડી કાર્યવાહી કરી છે. અલગ-અલગ વિસ્તારમાં 4 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવી પાવર ચોરી કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, વીજ ચોરી કરતા ઇસમો પાસેથી રૂપિયા 1 લાખ સુધીનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

ખેડાનાં ડાકોરમાં ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં પોલીસનું ચેકિંગ

ખેડા જિલ્લામાં (Kheda) પણ SOG અને ડાકોર પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં (Dakor) આવેલા ગેસ્ટ હાઉસમાં અને ધર્મશાળાઓમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને રજિસ્ટરમાં નામની નોંધણી વગર રૂમ આપી દેવા સહિતની વિવિધ ક્ષતિઓ સામે આવતા 16 જેટલા ગેસ્ટ હાઉસ ઓનાં માલિકો સામે પોલીસે FIR નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

Tags :
Advertisement

.

×