શિયાળામાં ચોક્કસ ગરમ કપડા અંગે શાળાઓને દબાણ ન કરવા DEO નો આદેશ
- DEO એ તમામ શાળાઓને પરિપત્ર કરીને આપી સુચના
- ચોક્કસ દુકાન અને ચોક્કસ કલરના કપડાનો આગ્રહ ન રાખવા આદેશ
- શિક્ષણ વિભાગ પહેલી વખત જ ઘટના બને તે પહેલા જ સક્રિય થવા આદેશ કર્યો
અમદાવાદ : શહેરના DEO દ્વારા શિયાળાની શરૂઆત થતા પહેલા જ સ્વેટર અંગે પરિપત્ર કર્યો છે. બાળકોને કોઇ ચોક્કસ કલરના જ ગરમ કપડા પહેરવા માટે દબાણ શાળાઓ નહીં કરી શકે. ડીઇઓ દ્વારા આ અંગે અધિકારીક આદેશ અપાયો છે.
વિદ્યાર્થી ઇચ્છે તે ગરમ કપડા પહેરી શકશે
અમદાવાદના DEO દ્વારા તમામ શાળાઓને આદેશ આપ્યો છે કે, ગરમ કપડા બાબતે કોઇ પ્રકારનું દબાણ નકરવામાં આવે. વિદ્યાર્થીઓને મહત્તમ રક્ષણ આપી શકે તે પ્રકારના ગરમ કપડા પહેરવા અને જે પણ મનપસંદ કલર હોય તેવા કપડા પહેરવા દેવા માટે શાળાઓને આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની શાળાના ડ્રેસ કોડ અનુસાર જ સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો : Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, કેમ્પના નામે કરી લોકો સાથે છેતરપિંડી...
ચોક્કસ દુકાન અને ચોક્કસ સ્વેટરનો આગ્રહ નહી
આ ઉપરાંત DEO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગણવેશના સ્વેટર ચોક્કસ દુકાનેથી ખરીદવા માટે દબાણ પણ નહીં કરવા આદેશ અપાયો છે. વિદ્યાર્થીઓ ઘરેથી જે ગરમ કપડા પહેરે તેને જ માન્ય રાખવા માટે સ્પષ્ટ આદેશ અપાયો છે. આ ઉપરાંત ગરમ કપડા મામલે કોઇ શાળા પરેશાન કરે તો વાલીઓને પણ જાણ કરવા માટે જણાવ્યું છે. ગરમ કપડા મામલે હેરાન કરનાર શાળા વિરુદ્ધ કડક કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : આ માસૂમ બાળકોનો શું વાંક? Jhansi અકસ્માતની ઓળખ થઈ શકી નથી, માતા-પિતાનો નંબર પણ બંધ...
આગામી થોડા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 17 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી છે. દેશના ઉત્તર ભારતીય પ્રદેશોમાં પણ હવે બરફ પડવાની શરૂઆત થઇ જતા ઠંડી હવે વધશે. રાજ્યમાં તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે તંત્ર દ્વારા અત્યારથી જ તકેદારી સ્વરૂપે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Maharashtra માં મોટી દુર્ઘટના થતા બચી, ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું...