ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000 ની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ગોઠવ્યું હતું છટકું

Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ડી. કે. મહેતા રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે
09:14 AM Feb 25, 2025 IST | VIMAL PRAJAPATI
Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ડી. કે. મહેતા રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે
Deputy Mamlatdar bribe case
  1. નાયબ મામલતદાર ડી. કે. મહેતા લાંચ લેતા ઝડપાયો
  2. એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં કરવામાં આવી
  3. ખેરાલુ પુરવઠા મામલતદાર ડી કે મહેતા લાંચ લેતા પકડાયા

Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ડી. કે. મહેતા રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં કરવામાં આવી હતી. સહકારી મંડળીના સંચાલકની ફરિયાદ પર આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર મહેતાને દંડની પરેશાની દૂર કરવા અને જરૂરી પુરૂવઠા પ્રમાણપત્ર આપવા માટે લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો: Surat: લ્યો બોલો! લાખોનો માલ ખરીદ્યો અને હાથ અદ્ધર કરી દીધા, કાપડનાં વેપારી સાથે થઈ છેતરપિંડી

લાંચ લેતા રંગે હાથે પકડવા માટેમહેસાણા ACB એ ગોઠવ્યું હતું છટકું

એસીબી દ્વારા કાર્યવાહી કરતા ખેરાલુ પુરવઠા મામલતદાર કચેરીમાં રેડ કરવામાં આવી હતી, જે કારણે કર્મચારીઓમાં સન્નાટો ફેલાઇ ગયો. આ ક્રમમાં નાયબ મામલતદારને લાંચ લેતા પકડવામાં આવ્યા અને તેમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં ભ્રષ્ટાચાર સામે કડક નીતિ અમલમાં મુકવાની જરૂરિયાતને મહત્વ આપતો સંકેત આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bharuch નજીક ગાયોના ધણ પર ફરી વળ્યું ટ્રેલર, 7 ગાયના મોત 7 ગંભીર ઘાયલ

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયા

નોંધનીય છે કે, અત્યારે ભ્રષ્ટાચાર તેની ચરમ સીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પૈસા વગર કોઈ કામ થતું જ નથી, સરકારી અધિકારીઓ માત્ર પૈસા માટે જ કામ કરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ખેરાલુમાં પણ નાયબ મામલતદાર પુરવઠા લાંચ લેતા રંગે હાથે પકડાયા છે. અત્યારે મહેસાણા (Mehsana) એસીબીએ આ નાયબ મામલતદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
bribe casebribe NewsDeputy MamlatdarDeputy Mamlatdar bribeDeputy mamlatdat bribeGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKheraluLatest Gujarati News
Next Article