Devayat Khavad : ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, 7 દિવસના રિમાન્ડ મંજૂર
- ડાયરા કલાકાર Devayat Khavad ની મુશ્કેલીમાં થયો વધારો
- દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
- 17 તારીખ સુધી દેવાયત ખવડના રિમાન્ડની મંજૂરી અપાઈ
- દેવાયત ખવડના જામીન રદ થયા બાદ પોલીસે રિમાન્ડની માગ કરી હતી
Ahmedbad : જાણીતા લોકડાયરા કલાકાર અને હંમેશાં વિવાદોમાં રહેતા દેવાયત ખવડ (Devayat Khavad) અંગે મોટા સમાચાર આવ્યા છે. ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. માહિતી અનુસાર, દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તાલાલા પોલીસે (Talala Police) રિમાન્ડની માંગ કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે. આગામી 17 સપ્ટેમ્બર, 2025 સુધી દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર થયા છે. દેવાયત ખવડનાં જામીન રદ થયા બાદ રિમાન્ડ મંજૂર થયા છે. દેવાયત ખવડ પર અમદાવાદનાં યુવક પર હુમલો કરવાનો આરોપ છે.
આ પણ વાંચો - Ahmedbad : બોપલમાં ગટરની સફાઈ કરતા 2 શ્રમિકનાં મોત મામલે મોટી કાર્યવાહી!
Devayat Khavad ના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડની (Devayat Khavad) મુશ્કેલીઓમાં વધારો થયો છે. માહિતી અનુસાર, દેવાયત ખવડની જામીન અરજી રદ થયા બાદ તાલાલા પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે દેવાયત ખવડના સાત દિવસના એટલે કે 17 સપ્ટેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, દેવાયત ખવડ સામે અમદાવાદનાં યુવક પર હુમલો કરવાનો આરોપ છે. આ કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 15 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જો કે, નીચલી કોર્ટે 18 ઓગસ્ટે આરોપીઓને જામીન આપ્યા હતા.
આ પણ વાંચો - Surat : નેપાળમાં ફસાયેલા નાગરિકો અને હેલ્મેટ કાયદા અંગે સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા
નીચલી કોર્ટે જામીન આપ્યા, પોલીસે વાંધો ઉઠાવ્યો
નોંધનીય છે કે, નીચલી કોર્ટના આદેશ સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. દેવાયત ખવડ સહિત આરોપીનાં જામીન રદ કરવા પોલીસે કોર્ટ સમક્ષ અરજી કરી હતી. આથી, જામીન રદ કરવા મુદ્દે સેશન્સ કોર્ટમાં (Veraval Sessions Court) સુનાવણી હાથ ધરાઇ હતી. વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા હતા. ત્યાર બાદ તાલાલા પોલીસે (Talala Police) રિમાન્ડની માંગ કરી હતી.
આ પણ વાંચો - Gujarat : ફેક્ટરી માલિક, કૉન્ટ્રાક્ટરો અને બિલ્ડરો માટે આ જાણકારી મહત્વની, અસ્થાયી કામદારોની નોંધણી નહીં કરાવો તો...