Devayat Khavad ને જામીન છતાં તાત્કાલિક રાહત નહીં!
- મોરેમોરા અને જામીન બાદ Devayat Khavad અંગે મોટા સમાચાર
- દેવાયત ખવડને જામીન છતાં તાત્કાલિક રાહત નહીં!
- વેરાવળ કૉર્ટથી જામીન મુક્ત થયા બાદ ફરી અટકાયત
- દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની 151 અંતર્ગત અટકાયત
- તાલાલા પોલીસ આજે મામલતદાર સમક્ષ રજૂ કરશે
- તાલાલા પોલીસ સેશન્સ કૉર્ટમાં રિવીઝન અરજી પણ કરી શકે
- જામીન પર મુક્ત કરવા સામે પોલીસ રિવીઝન અરજી કરશે
Devayat Khavad સૌરાષ્ટ્રમાં જાણીતા દેવાયત ખવડને લઈને ફરી એક વખત મોટા સમાચાર સામે આવ્યા છે. વેરાવળ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમને તાત્કાલિક રાહત મળી હોય તેવું લાગી રહ્યુ હતું, પરંતુ હકીકતમાં એવું બન્યું નહીં. જામીન મળ્યા પછી પણ દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓની ફરીથી અટકાયત કરવામાં આવી છે.
151 અંતર્ગત ફરી અટકાયત
મળી રહેલી માહિતી અનુસાર, પોલીસ દ્વારા દેવાયત ખવડ (Devayat Khavad) અને અન્ય આરોપીઓને કલમ 151 અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જામીન મળ્યા બાદ તરત જ ફરી અટકાયત થવાથી સૌ કોઇ ચોંકી ગયા છે. જણાવી દઇએ કે, તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિતના આરોપીઓને આજે મામલતદાર સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સાથે જ પોલીસ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવાની પણ તૈયારીમાં છે. એટલે કે, જામીન મળ્યા હોવા છતાં પોલીસ દ્વારા કાનૂની લડત આગળ ધપાવવામાં આવશે. સૂત્રો મુજબ, દેવાયત ખવડને જામીન મળ્યા પછી પણ કાયદો અને શાંતિ ભંગ થવાની શક્યતા દર્શાવી પોલીસ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરશે. જામીન આપવાનો નિર્ણય બદલવા અથવા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કારણે દેવાયત ખવડને તાત્કાલિક મુક્તિ મળી રહી નથી.
શું છે સમગ્ર મામલો? Devayat Khavad
મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદ પાસે સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ વચ્ચે ડાયરના પૈસા ન આપવાના મામલે વિવાદ થયો હતો અને બંને પક્ષ દ્વારા ફરિયાદ પણ થઇ હતી, આ મામલો પત્યો ન હતો, ગત તારીખ 12 ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 સાગરિતોએ જીવલેણ હુમલો કર્યો હતો. ખવડ અને તેના સાગરિતોએ કારથી ધ્રુવરાજસિંહની કારને અનેકવાર ટક્કર મારી હતી. લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી પણ આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે દેવાયત અને તેના સાગરિતો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો : કોર્ટે Devayat Khavad સહિત તમામ આરોપીઓના જામીન કર્યા મંજૂર,પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા