ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેવાયત ખવડને એસપી ઓફિસ લવાયો; પોલીસ પ્રેસ કોન્ફ્રન્સ કરી કેસની વિગતો અપાશે

તાલાલામાં હુમલાનો કેસ : દેવાયત ખવડ સહિત 6 ઈણાજ એસપી ઓફિસે
09:15 PM Aug 17, 2025 IST | Mujahid Tunvar
તાલાલામાં હુમલાનો કેસ : દેવાયત ખવડ સહિત 6 ઈણાજ એસપી ઓફિસે

વેરાવળ : અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો અને લૂંટના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 શખ્સોની ગીર સોમનાથ પોલીસે દુધઈ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી છે. આરોપીઓને ઈણાજ ખાતે આવેલી એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મામલે વિગતો જાહેર કરશે, જેમાં હુમલાનું કારણ, આરોપીઓની ધરપકડની પ્રક્રિયા અને ધ્રુવરાજસિંહ સાથેની દુશ્મનીની માહિતી સામેલ હશે.

12 ઓગસ્ટનો હુમલો: ગત 12 ઓગસ્ટે તાલાલાના ચિત્રોડ ગામે દેવાયત ખવડ અને તેના 15 સાથીઓએ ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કાર પર ફોર્ચ્યુનર અને ક્રેટા કાર દ્વારા અનેકવાર ટક્કર મારી હતી. આરોપીઓએ ગાળો ભાંડી, લોખંડના ધોકા વડે કારના કાચ ફોડ્યા અને ધ્રુવરાજસિંહને રિવોલ્વર બતાવીને પતાવી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો- NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન : નડ્ડાની મોટી જાહેરાત

લૂંટનો આરોપ: હુમલા દરમિયાન આરોપીઓએ ધ્રુવરાજસિંહ પાસેથી 15 તોલા સોનાનો દોરો પણ લૂંટી લીધો હતો. આ ઘટના બાદ ધ્રુવરાજસિંહે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બે કાર બિનવારસી મળી: હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર અને ક્રેટા કાર ગીર સોમનાથ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી હતી.

ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને તાલાલા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દેવાયત ખવડ સહિત 6 શખ્સોને દુધઈ નજીકના ફાર્મહાઉસમાંથી ઝડપી પાડ્યા. આરોપીઓને ઈણાજ ખાતે એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે હુમલામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, અને રિવોલ્વર સહિતના હથિયારોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર, ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે, જેનું ચોક્કસ કારણ એસપીની પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થશે. દેવાયત ખવડ લોકસાહિત્યકાર તરીકે જાણીતા હોવા છતાં, આ ઘટનાએ તેમની છબી પર પ્રશ્નો ઉભા કર્યા છે.

એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, હથિયારો અને લૂંટાયેલા સોનાના દોરાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ગીર સોમનાથમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો- જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે વરસાદ : કાશ્મીરી બાપુની જગ્યા પર ફસાયેલા 30-35 યાત્રીકોનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ

Tags :
#Dhruvarajsinh#ManoharsinhJadejaDevayatKhavadGirSomnathSPOfficeTalala
Next Article