Devbhumi Dwarka: આરાભડા દરિયાકાંઠે તંત્રનું મેગા ડિમોલિશન, ધાર્મિક દબાણો દૂર કરાયા
- Dwarka ના આરાભડા ગામે તંત્રનું મેગા ડિમોલિશન
- આરાભડામાં ધાર્મિક દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર
- દરિયા કિનારા નજીકના 2 જેટલા દબાણો કરાયા દૂર
- સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં કાર્યવાહી
- મીઠાપુર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત
- દ્વારકા બાદ હવે આરાભડા દરિયાકાંઠે તંત્રની મોટી તવાઈ
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં સરકારી જમીનો અને દરિયાકાંઠાના વિસ્તારોને દબાણમુક્ત કરવાનું અભિયાન વેગવંતુ બન્યું છે. દ્વારકા અને બેટ દ્વારકા બાદ હવે ઓખા (Okha) નજીક આવેલા આરાભડા (Arambhada) ગામે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન (Mega Demolition) હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન દરિયાકિનારાની નજીક સરકારી જમીન પર ઉભા કરી દેવામાં આવેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
Devbhumi Dwarka ના Okha ના Arambhada ગામે તંત્રનું મેગા ડિમોલિશન | Gujarat First
દ્વારકા બાદ હવે આરાભડામાં ધાર્મિક સ્થળો પર ચાલ્યું બુલડોઝર
દરિયા કિનારા નજીક આવેલા 2 જેટલા ધાર્મિક દબાણો કરાયા દૂર
દરિયાકાંઠાથી 100 મીટરના અંતરે આવેલા દબાણો પર તવાઈ
સરકારી અધિકારીઓ અને પોલીસ… pic.twitter.com/VC9R7Mbk6D— Gujarat First (@GujaratFirst) April 30, 2026
Dwarka: ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા
વિગતો મુજબ, દરિયાકાંઠાથી અંદાજે 100 મીટરના અંતરે આવેલા 2 જેટલા ધાર્મિક દબાણોને (Religious Encroachments) વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા આ દબાણોને લઈ તંત્ર દ્વારા પૂર્વ આયોજિત રણનીતિ ઘડવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મીઠાપુર પોલીસ (Mithapur Police) અને ઉચ્ચ સરકારી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.
અનધિકૃત બાંધકામો સામે તંત્રની કાર્યવાહી
સમગ્ર આરાભડા ગામ અને ડિમોલિશન સાઈટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને સરકારી મિલકતોની જાળવણીના ભાગરૂપે આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. દરિયાઈ પટ્ટી પર થતા અનધિકૃત બાંધકામો સામે તંત્રના કડક વલણને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે અન્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરી દબાણો હટાવવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે
આ પણ વાંચો: તમામ ભારતીયોમાં 'મહાદેવનું DNA', જામિયાના VC મઝહર આસિફના નિવેદનથી વિવાદ!


