Amreli: રાજુલાના ધાતરવડી-1 ડેમમાં નવા નીર, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર
અમરેલીના રાજુલા પંથકમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ધાતરવડી-2 બાદ હવે ધાતરવડી-1 ડેમ પણ સંપૂર્ણપણે છલકાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર છે. જોકે, ડેમમાંથી પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Advertisement
Dhatarvadi 1 Dam Overflow: અમરેલી (Amreli) જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજુલા (Rajula) પંથકમાં આવેલ મહત્વનો ધાતરવડી-1 ડેમ (Dhatarvadi 1 Dam) હાલ ઓવરફ્લો થયો છે. નોંધનીય છે કે, અગાઉ ધાતરવડી-2 ડેમ છલકાયો હતો અને હવે ડેમ-1 પણ ઓવરફ્લો થતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ અને ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

