ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહેમદાવાદના રુદન ગામમાં ગોળી મારી ઢેલની હત્યા 

અહેવાલ--કૃષ્ણા રાઠોડ, નડિયાદ મહેમદાવાદ (Mehmedabad) નજીક આવેલા રુદન ગામના ગજકુઇ ચીન વિસ્તારમાં ગઈ સાંજે કોઈ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઢેલ પક્ષીનું મોત નિપજાવ્યું હતું. ઘટના બાદ ગામમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. મૃત હાલતમાં ઢેલ પક્ષી મળી આવ્યું પ્રાપ્ત માહિતી...
06:55 PM Aug 07, 2023 IST | Vipul Pandya
અહેવાલ--કૃષ્ણા રાઠોડ, નડિયાદ મહેમદાવાદ (Mehmedabad) નજીક આવેલા રુદન ગામના ગજકુઇ ચીન વિસ્તારમાં ગઈ સાંજે કોઈ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઢેલ પક્ષીનું મોત નિપજાવ્યું હતું. ઘટના બાદ ગામમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. મૃત હાલતમાં ઢેલ પક્ષી મળી આવ્યું પ્રાપ્ત માહિતી...
અહેવાલ--કૃષ્ણા રાઠોડ, નડિયાદ
મહેમદાવાદ (Mehmedabad) નજીક આવેલા રુદન ગામના ગજકુઇ ચીન વિસ્તારમાં ગઈ સાંજે કોઈ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઢેલ પક્ષીનું મોત નિપજાવ્યું હતું. ઘટના બાદ ગામમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
મૃત હાલતમાં ઢેલ પક્ષી મળી આવ્યું
પ્રાપ્ત માહિતી મુજબ રુદન ગામમાં અચાનક ફાયરિંગનો અવાજ આવતાં લોકો એકત્ર થઇ ગયા હતા. ગ્રામજનોએ તપાસ કરતાં ફાયરિંગ કરનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. તપાસમાં મૃત હાલતમાં ઢેલ પક્ષી મળી આવ્યું હતું. ફાયરિંગમાં ઢેલનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ પણ પહોંચી
સ્થાનિક લોકોએ સરપંચને જાણ કરી હતી. સરપંચે ઘટના સ્થળે આવી વધુ તપાસ માટે મહેમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પીઆઇ. રણજિતસિંહ ખાંટ અને તેમની પોલીસ ટીમ સાથે આવી તપાસ કરતા તેઓને ફોરેસ્ટ વિભાગને જાણ કારી હતી
ફોરેસ્ટ વિભાગે તપાસ શરુ કરી
 મહેમદાવાદ ફોરેસ્ટ વિભાગ ના ફોરેસ્ટર ભાવનાબેન ભરવાડ ટીમ સાથે આવી ઘટના સ્થળ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃત ઢેલના મૃતદેહને કચેરીએ લઈ જઈ પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો---ગુજરાતમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડશે
Tags :
DhelFiringMehmedabad
Next Article