Dholka: કેલિયા વાસણા પાસે નર્મદા કેનાલ પરથી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
Dholka Teacher Murder Case: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
Dholka: શું છે સમગ્ર મામલો?
કેનાલ પરથી પસાર થતા રાહદારીઓએ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ બદરખા ગામના રહેવાસી તરીકે થઈ છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે, આ મહિલા ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવતા હતા. મૃતદેહ અર્ધ નગ્ન અને સળગેલી હાલતમાં મળી આવતા આ હત્યાનો કેસ હોવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસ તપાસના ચક્રો ગતિમાન
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોળકા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. શિક્ષિકાની હત્યા કરી લાશને સળગાવી દેવામાં આવી છે કે અન્ય કોઈ ઘટના છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે આ મામલે ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: જિલ્લા કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 14 કાર્યકર્તાઓ સસ્પેન્ડ


