Dhoraji નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી, લિફ્ટ બંધ પડતા 8 લોકોના શ્વાસ અધ્ધર
- Dhoraji નગરપાલિકામાં લિફ્ટ બંધ પડતા 8 લોકો ફસાયા!
- લિફ્ટમાં અડધો કલાક ફસાયેલા રહેતા લોકોના જીવ જોખમાયા
- ચીફ ઓફિસરની બેજવાબદારીને કારણે લોકોમાં ભારે રોષ
- લિફ્ટ તોડીને ફસાયેલા તમામ લોકોને બહાર કઢાયા
- એક વ્યક્તિ બેહોશ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- જવાબદાર કંપની સામે કડક પગલાં લેવા લલિત વસોયાની માંગ
ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ બંધ પડતા 8 લોકો ફસાયા
લિફ્ટમાં અડધો કલાક ફસાયેલા રહેતા લોકોના જીવ જોખમાયા
ચીફ ઓફિસરની બેજવાબદારીને કારણે લોકોમાં ભારે રોષ
લિફ્ટ તોડીને ફસાયેલા તમામ લોકોને બહાર કઢાયા
એક વ્યક્તિ બેહોશ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા
લલિત વસોયા તાત્કાલિક ઘટના સ્થળે… pic.twitter.com/63jkMlBcN7— Gujarat First (@GujaratFirst) April 27, 2026
Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા (Dhoraji Municipality) ખાતે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. નગરપાલિકાની લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે બંધ પડી ગઈ હતી, જેમાં 8 જેટલા લોકો અડધા કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.
Dhoraji: અચાનક લિફ્ટ અધવચ્ચે અટકી ગઈ હતી
ઘટનાની વિગત મુજબ, નગરપાલિકામાં કામ અર્થે આવેલા નાગરિકો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ અધવચ્ચે અટકી ગઈ હતી. બંધ લિફ્ટમાં ઓક્સિજનની કમી અને ગભરાટને કારણે લોકોની હાલત કફોડી બની હતી. અડધો કલાક સુધી લોકો અંદર ફસાયેલા રહેતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. અંતે લિફ્ટ તોડીને તમામ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ લાંબો સમય અંદર રહેવાને કારણે એક વ્યક્તિ બેહોશ થઈ ગઈ હતી, જેને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવી હતી.
લલિત વસોયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા
આ ઘટનાની જાણ થતા જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ જઈ દર્દીના ખબર-અંતર પૂછ્યા હતા. વસોયાએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ 3 વખત આ લિફ્ટ બંધ પડી ચૂકી છે છતાં ચીફ ઓફિસર (Chief Officer) દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેમણે જવાબદાર મેન્ટેનન્સ કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો; Ahmedabad : શ્યામલ વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં લાગી હતી ભયંકર આગ, વાહનો બળીને ખાખ થતા ધુમાડાના ગોટેગોટા દેખાયા


