ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના પત્રકારત્વમાં જાણીતું નામ એવા દિલીપભાઈ ગોહિલનું નિધન

ગુજરાત પત્રકારત્વના પ્રખર એવા જાણીતા દિલીપભાઈ ગોહિલનું દુખદ અવસાન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું 60 વર્ષની ઉમરે અવસાન થયું છે. મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હદય બંદ પડી જતા તેમનું અવસાન થયું છે. ગુજરાતના પત્રકારત્વ જગતના...
02:15 PM Jan 27, 2024 IST | Harsh Bhatt
ગુજરાત પત્રકારત્વના પ્રખર એવા જાણીતા દિલીપભાઈ ગોહિલનું દુખદ અવસાન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું 60 વર્ષની ઉમરે અવસાન થયું છે. મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હદય બંદ પડી જતા તેમનું અવસાન થયું છે. ગુજરાતના પત્રકારત્વ જગતના...

ગુજરાત પત્રકારત્વના પ્રખર એવા જાણીતા દિલીપભાઈ ગોહિલનું દુખદ અવસાન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું 60 વર્ષની ઉમરે અવસાન થયું છે. મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હદય બંદ પડી જતા તેમનું અવસાન થયું છે.

ગુજરાતના પત્રકારત્વ જગતના શિલ્પી એવા દિલીપ ગોહિલને થોડા સમય પહેલા વાયરલ ઇન્ફેકશન થયું હતું. ત્યાર બાદ રાજુલામાં તબિયત વધુ લથડતા તેમણે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન દિલીપ ગોહિલે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ એક સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા હતા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી. ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા.ગુજરાત ફર્સ્ટની આખી તેમણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવે છે.

Next Article