ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diljit Dosanjh Concert: ‘હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું’ દિલજીતે જીત્યું ગુજરાતીઓનું દિલ

Diljit Dosanjh Concert: દિલજીતે કહ્યું કે, ‘આજે હું કોઈ પણ ગીત 'દારૂ' ઉપર નહીં ગાઉં કેમકે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.
02:41 PM Nov 18, 2024 IST | VIMAL PRAJAPATI
Diljit Dosanjh Concert: દિલજીતે કહ્યું કે, ‘આજે હું કોઈ પણ ગીત 'દારૂ' ઉપર નહીં ગાઉં કેમકે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.
Diljit Dosanjh Concert
  1. હું દારૂના ગીત નહીં ગાઉં કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છેઃ દિલજીત
  2. ગાંધીનગરમાં યોજાયો હતો Diljit Dosanjh નો કોન્સર્ટ
  3. જો અહીં દારૂબંધી હોય તો હું સરકારને સપોર્ટ કરૂં છુંઃ દિલજીત

Diljit Dosanjh Concert: ગાંધીનગરમાં ગઈ કાલે રાત્રે દિલજીત સિઘનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં દિલજીતે ગુજરાતના ખુબ જ વખાણ કર્યાં હતા. એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાત સરકારના પણ ખુબ જ વખાણ કર્યાં હતા. આ સાથે સાથે દિલજીત સિઘે કહ્ય કે, ‘હુ ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છે.’ વધારે વિગતે વાત કરવામાં આવે તો દિલજીત પોતાના ગીતો અંગે પણ મહત્વની વાત કરી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે દારૂના ગીતો નહીં ગાઉ તેમ પણ જણાવ્યું હતું.

હુ દારૂના ગીતો નહીં ગાઉં કેમ ગુજરાત ડ્રાય સ્ટેટ છેઃ દિલજીત

પોતાના રમૂજી અંદાજમાં દિલજીતે કહ્યું કે, આજે મને કોઈ નોટિસ નથી આવી. ગુજરાતના ગાંધીનગરમાં કોન્સર્ટ યોજાયો હતો અને આપણે ત્યાં દારૂબંધી છે તો દિલજીતે કહ્યું કે, ‘આજે હું કોઈ પણ ગીત 'દારૂ' ઉપર નહીં ગાઉં કેમકે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. મને નથી ખબર, તમે લોકો બોલો રહ્યા છો કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, કેટલાક બોલી રહ્યા છે કે ડ્રાય સ્ટેટ નથી. જો છે, તો હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું. અને જો અહીં દારૂબંધી હોય તો હુ સરકારને સપોર્ટ કરૂં છું. કારણે કે, હું પણ ક્યારેય દારૂ પીતો નથી.’ વધુમાં કહ્યું કે, મે આજ સુધી દારૂને લગતા માત્ર એકથી બે ગીતો જ ગાયા છે.

આ પણ વાંચો: સુપરસ્ટાર અલ્લુ અર્જુનના કાર્યક્રમમાં લાઠીચાર્જ, Pushpa 2 ટ્રેલર લોન્ચ પહેલા ઇવેન્ટમાં દોડધામ

બોલીવુડના અભિનેતાઓ દારૂનું વિજ્ઞાપન કરે છે, હું નહીંઃ દિલજીત

આ સાથે પોતાના અન્ય ગીતોની પણ વાત કરી અને કહ્યું હતું કે, ‘તમે મને છંછેડશો નહીં બોલીવુડના અભિનેતાઓ દારૂનું વિજ્ઞાપન કરે છે, હું નથી કરતો?’ દેશના જેટલા પણ રાજ્યો છે એ બધા પોતપોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો આખી લાઈફમાં દિલજીત ક્યારેય 'દારૂ' ઉપર ગીત નહીં ગાય! તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને એવું પણ કહ્યું કે, હતું કે, આખા સ્ટેટને ડ્રાય સ્ટેટ જાહેર ના કરો તો કઈ નહીં પરંતુ મારો પ્રોગ્રામ તે દિવસને ટ્રાય દિવસ જાહેર કરવામાં આવશે તો હું એ દિવસે દારૂને લગતા ગીતો નહીં ગાઉં!

‘ના ના ગુજરાતમાં દારૂબંધી...’ દિલજીતના કોન્સર્ટમાં લોકોની પ્રતિક્રિયા

મહત્વની વાત એ છે કે, દિલજીતના કોન્સર્ટ દરમિયાન જ્યારે તેણે કહ્યું કે, હુ દારૂના ગીતો નહીં ગાઉ કેમ કે, ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે લોકોએ કહ્યું હતું કે, ના ના ગુજરાતમાં દારૂબંધી નથી. જો કે, આવા લોકો થોડા જ હતા. બાકી મોટાભાગના લોકોએ કહ્યું હતું કે, હા ગુજરાતમાં દારૂબંધી છે. મહત્વની વાત એ પણ છે કે, ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ તેનું પાલન સંપૂર્ણપણે નથી થતું એક મોટો સવાલ છે.

આ પણ વાંચો: Surat: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...

Tags :
Diljit concertDiljit Dosanjhdiljit dosanjh concertDiljit Dosanjh Concert In GandhinagarDiljit Dosanjh Concert In GujaratGujaratLatest Gandhinagar NewsLatest Gujarati NewsVimal Prajapati
Next Article