Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ

ASI વર્ગ-3ની સીધી ભરતીને રદ કરવામાં આવી હેડ કૉન્સ્ટેબલને આપવામાં આવશે બઢતી પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીરે જાહેર કર્યો પરિપત્ર Gujarat Police: સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જે લોકો ગુજરાત પોલીસ (Gujarat...
gujarat police  asi વર્ગ 3 ની સીધી ભરતીને કરાઈ રદ  આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ
  1. ASI વર્ગ-3ની સીધી ભરતીને રદ કરવામાં આવી
  2. હેડ કૉન્સ્ટેબલને આપવામાં આવશે બઢતી
  3. પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીરે જાહેર કર્યો પરિપત્ર

Gujarat Police: સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જે લોકો ગુજરાત પોલીસ (Gujarat Police)ની ભરતીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે મહત્વની સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગુજરાત પોલીસની બિનહથિયારી એએસઆઈની પહેલા જે સીધી ભરતી થતી હતી જે ભરતીને રદ્દ કરી દેવામાં આવી છે. એટલે હવે એએસઆઈ નવી ભરતી કરવામાં નહીં આવે પરંતુ ખાતામાંથી જ હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવીને એએસઆઈ બનાવવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Kutch: કોંગ્રેસ આગેવાન ભૂલ્યા ભાન, મહિલા અધિકારી સાથે કર્યો મોટો કાંડ!

હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી હેડ કૉન્સ્ટેબલમાંથી કોઈ પ્રમોશન કરવામાં આવ્યા નથી. જેથી અત્યારે સરકાર દ્વારા એએસઆઈ વર્ગ-3ની જગ્યાઓ માટે હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ બઢતી પ્રક્રિયાને આગામી 30 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે એએસઆઈ વર્ગ - 3 ની જગ્યાઓ માટે સરકાર સીધી ભરતી નહીં કરે પરંતુ તે જગ્યાઓ માટે બઢતીના વિકલ્પની પસંદગી કરી છે અને તેના નિર્દેશ જાહેર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ દાખલ થયો GUJCTOC નો ગુનો

Advertisement

પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીરે જાહેર કર્યો પરિપત્ર

આ બાબતે પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એએસઆઈ વર્ગ - 3 ની જગ્યાઓ માટે હવે ગુજરાત પોલીસ (Gujarat Police)ના બિન હથિયારી એએસઆઈની ખાલી જગ્યાઓ માટે અનુભવી હેડ કૉન્સ્ટેબલને તેમાં બઢતી આપવામાં આવશે. નોંધનીય છે કે આ પરિપત્રના નિર્દેશ પ્રમામે હવે રાજ્યમાં એએસઆઈ એટલે કે, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વર્ગ - 3 ની માટેની સીધી ભરતીને રદ કરી દેવામાં આવી છે અને તે ખાલી જગ્યાઓ માટે હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VADODARA : "કરંટ લાગે છે", પોસ્ટર મારેલુ SSG હોસ્પિટલનુ વોટર કુલર ચર્ચામાં

Tags :
Advertisement

.