Amreli: વાડીમાં કામ કરતા ખેડૂત પર શ્વાને કર્યો હુમલો, મો અને માથાના ભાગે આવ્યા 10 ટાંકા
- શ્વાને ખેડૂતોને મો અને માથાના ભાગે ભર્યા બચકા
- સિંહ-દીપડાના આંતક વચ્ચે શ્વાનનો આંતક આવ્યો સામે
- ખેડૂતને મો અને માથાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા
Amreli: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વાડી ગામમાં શ્વાનના હુમલાનો એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. બગસરાની વાડી વિસ્તારમાં કામ કરી રહેલા એક ખેડૂત પર શ્વાનોએ હમલો કરી દીધો હતો. આ શ્વાનોએ ખેડૂતને મોઢા અને માથાના ભાગે ભારપૂર્વક દાંત માર્યા હતાં. મળતી જાણકારી પ્રમાણે આ ખેડૂતને ગંભીર ઇજા પહોંચી હતી. આરોગ્ય તબીબી તપાસ પછી, શ્રમિકના મોઢા અને માથાના ભાગે લગભગ 10 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: પત્નીએ જ કરાવી હતી પતિની કરપીણ હત્યા, પ્રેમી સહિત ચાર આરોપીઓને પોલીસે દબોચ્યા
સિંહ-દીપડાના આંતક વચ્ચે શ્વાનનો આંતક આવ્યો સામે
આ ઘટનાની નોંધ લેતા સ્થાનિક તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર માટે રાજકોટના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, અત્યારે આવિસ્તારમાં સિંહ અને દીપડાની દહેશત વચ્ચે હવે પાળતુ શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે. આ પ્રકારના ખતરનાક શ્વાનના હુમલાઓ હવે ભારે ચર્ચાનો વિષય બની ગયા છે. ખેડૂતોએ સરકાર અને પ્રામાણિક સત્તાવાળાઓ પાસે તંત્ર દ્વારા રાહતની માગણી કરી છે, જેથી આવી ઘટના ફરી ન થાય.
આ પણ વાંચો: Valsad: માનવતાએ હદ વટાવી! કેરટેકર મહિલાએ માસૂમ બાળકીને માર માર્યો
ખેડૂતને મો અને માથાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા
નોંધનીય છે કે, આ ઘટનાને લઈને અત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જંગલી પ્રાણીઓની સાથે સાથે હવે પાલતુ શ્વાનનો પણ આતંક વધી ગયો છે. આ ઘટનાની વાત કરવામાં આવે તો, ખેડૂતને મો અને માથાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા છે. આ ખેડૂત પોતાની વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યા શ્વાને ખેડૂત પર હુમલો કર્યો અને ઇજાઓ પહોંચાડી હતી. જેથી લોકોમાં ભારે ચિંતાનો માહોવ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા...’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી