અમદાવાદ - મહેસાણા-પાલનપુર હાઇવે પર જતા વાહન ચાલકો હવે થઈ જાવ સાવધાન !
અહેવાલ - મુકેશ જોશી જો તમે અમદાવાદથી પાલનપુર કે રાજસ્થાન તરફ પોતાનું વાહન લઈ ને જતા હોવ તો થઈ જાવ સાવધાન ! રસ્તામાં આવતા મહેસાણા ઊંઝા વચ્ચે હવે અકસ્માત ઘટાડવા ઇન્ટરસેપટર વાન તમને ઓવર સ્પીડનો 2000 નો ચાંલ્લો એટલે કે...
10:07 AM Dec 23, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - મુકેશ જોશી
જો તમે અમદાવાદથી પાલનપુર કે રાજસ્થાન તરફ પોતાનું વાહન લઈ ને જતા હોવ તો થઈ જાવ સાવધાન ! રસ્તામાં આવતા મહેસાણા ઊંઝા વચ્ચે હવે અકસ્માત ઘટાડવા ઇન્ટરસેપટર વાન તમને ઓવર સ્પીડનો 2000 નો ચાંલ્લો એટલે કે ઇ મેમો ઘેર બેઠા આપી શમે છે.
મહેસાણા અને ઊંઝા વચ્ચે ગત એપ્રિલ 2022 થી જૂન 2023 સુધીમાં આ રોડ ઉપર 45 અકસ્માત અને 53 મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આ અકસ્માત ઘટાડવા માટે મહેસાણા RTO દ્વારા મહેસાણા-ઊંઝા રોડ ઉપર ઓવર સ્પીડિંગ નિયત્રણ લાવી અકસ્માત ઘટાડવા પ્રયાસના ભાગ રૂપે મહેસાણા બ્રાહ્મણવાડા ગામ વચ્ચે સ્ટેટ હાઇવે 41 ઉપર સતત અકસ્માતને કારણે સ્પીડ નિયત્રણ માટે વિવિધ સ્પોટ નક્કી કરાયા છે અને અકસ્માતનું કારણ ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે.
ઓવર સ્પીડ ઘટાડવા બેરીકેટ,રમ્બલ સ્ટ્રીપ જેવી સુવિધાના ઉભી કરતા અકસ્માત પણ હાલ માં ઘટ્યા છે. ચાલુ વર્ષની જો વાત કરીએ તો ઓગસ્ટ 2023 થી નવેમ્બર 2023 સુધી માત્ર 4 અકસ્માત નોંધાયા છે. એટલે કે RTO અને મહેસાણા પોલીસ ના સહિયારા આ કામથી અકસ્માત ઘટતા હવે ઇન્ટર સેપટર વાન કારગત નીવડી રહી છે.
જો તમે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવે પરથી પોતાનું પ્રાઇવેટ વાહન લઈ ને ઓવર સ્પીડમાં જઇ રહ્યા છો તો થઈ જાવ સાવધાન. મહેસાણા ઊંઝા વચ્ચે નક્કી કરેલ બ્લેક સ્પોર્ટ પર હવે જોવા મળશે RTO ની ઇન્ટર સેપટર વાન. આ વાન અંદાજે 1 કિલોમીટર દૂર થી જો આપના વાહનની સ્પીડ જો 80 હશે તો આ વાનમાં લગાવેલ હાઈ રિઝોલ્યુશન કેમેરા તમારી સ્પીડ ટ્રેક કરી તમને રૂ 2000 નો ઇ મેમો ઘેર બેઠા પહોંચાડી દેશે અને તમને 2000 નો ચાંલ્લો ભરવો અઘરો પણ પડી શકે છે.
RTO દ્વારા શરૂ કરાયેલ બેરીકેટ,રમ્બલ સ્ટ્રીપ અને 2000 હજાર જેવી મોટી રકમના દંડની જોગવાઈ થી હાલમાં અકસ્માત ચોક્કસરથી ઘટયા છે. જેથી આ વ્યવસ્થા હવે કાયમી ધોરણે ચાલુ પણ રહી શકે છે.
Next Article