ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડભોઇના ડેપ્યુટી મામલતદારે મતદાર જાગૃતિ માટે અનેરું " ગોતી લો ગોતી લો " ગીત બનાવ્યું

અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા  હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. હાલ મતદાન યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ડભોઇના ડેપ્યુટી મામલતદાર શૈલેષભાઈ પરમારે મતદાર જાગૃતિ માટે નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે...
07:43 PM Nov 06, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા  હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. હાલ મતદાન યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ડભોઇના ડેપ્યુટી મામલતદાર શૈલેષભાઈ પરમારે મતદાર જાગૃતિ માટે નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે...
અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા 
હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. હાલ મતદાન યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ડભોઇના ડેપ્યુટી મામલતદાર શૈલેષભાઈ પરમારે મતદાર જાગૃતિ માટે નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વિડિયો ના માધ્યમથી " ગોતી લો ગોતી લો " નામનૂ આગવું એક ગુજરાતી સોંગ બનાવ્યું છે. જેથી મતદારોને મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા - કમી કરવા કે સુધારો કરવા માટે જાગૃતિ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી મતદારો આ બાબતે જાગૃત થઈ પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસી તેમાં સુધારો - વધારો કરાવી શકે.
ગુજરાતી ગીત દ્વારા મામલતદારનો અનેરો પ્રયાસ 
હાલમાં નવયુવાન પેઢી સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવા પ્રયાસો કરીને પોતાની સિદ્ધિઓ પોતાના કાર્યોનો વધુને વધુ તેનો ફેલાવો કરતાં હોય છે. ત્યારે તેની સાથે સાથે સરકારી અધિકારીઓ પણ હવે સરકારી યોજનાઓ માટે પણ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે ડભોઇના ડેપ્યુટી મામલતદારે મતદાર યાદીના સુધારણા કાર્યક્રમને અનુલક્ષી એક ગુજરાતી સોંગ " ગોતી લો ગોતી લો " બનાવ્યું છે. આ સોંગના માધ્યમથી પ્રજાને જાગૃત કરી મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ તે નામમાં સુધારો - વધારો કે ઉમેરો કરવાનો હોય તો સત્વરે કરાવી લે. હાલમાં સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેથી દરેક જાગૃત નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં જોઈ તપાસી લેવું. આ એક ખૂબ જ સુંદર અનેરો પ્રયાસ છે. જેથી ડભોઇના નાગરિકો આ વીડિયોને વધુને વધુ વાયરલ કરી રહયાં છે.
ચૂંટણી શાખાના ડેપ્યુટી મામલતદાર 
https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/11/VID-20231106-WA0005.mp4
મતદાર યાદી સુધારણા કાર્યક્રમને અનુલક્ષીને ચૂંટણી શાખાના ડેપ્યુટી મામલતદાર શૈલેષ પરમારે ગુજરાતીમાં "ગોતી લો ,ગોતી લો"સોંગનો એક વીડિયો વાયરલ કર્યો છે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
મતદાન યાદી સુધારણા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જે અભિયાન ચાર દિવસ સુધી ચાલવાનું છે. જેમાં 5/ 11 /2023, 26 /11/ 2023, 3/12/2023 અને 9 /12 /2023 આમ આ ચાર દિવસનાં અભ્યાનમાં દરેક નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં નામ ઉમેરવાનું, કમી કરાવવાનું કે સુધારો કરાવવાનું હોય તો તે આ જાહેર કરેલ દિવસે પોતાના મતદાન મથક ઉપર પહોંચીને મતદાન યાદીમાં સુધારો - વધારો કરાવી શકશે.
આ પણ વાંચો -- BHARUCH : વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનારા ખેડૂતોએ સામૂહિક ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગમ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Aditya GadhviDabhoiDeputy MamlatdarGujarat Firstvoter awareness
Next Article