પાલિકાના પાપે વાહન ચાલકો પાણીના ધોધમાંથી પસાર થવા મજબૂર બન્યા
ચોમાસાં પહેલાં સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રી મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, બ્રિજના ખૂણે પાઇપોને લગાડવા માટે નો એક મસ્ત મોટો બજેટ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ પહેલા વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. વરસાદ પડ્યા બાદ બ્રિજ ઉપરથી વરસાદી પાણી જમીન સુધી નહીં પહોંચે તે માટેની કામગીરી હાથ ધરાઈ હોવાના પાલિકા અધિકારી દ્વારા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પહેલા જ વરસાદમાં બ્રીજ પરથી ઉતારાતા પાણી બિર્જ નીચે વરસાદથી બચવા આશરો લેતા વાહનચાલકોના માથે પાણીનો ધોધ પડતા પ્રી મોન્સુનની કામગીરીનો મસ્ત મોટો બજેટ અધિકારીઓના ખિસ્સામાં ગયો હોય એમ વાહનચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગર પાલિકાની પ્રી મોન્સુન કામગીરી કાગળ ઉપર રહી ગઈ હોય તેમ મસ્ત મોટું બજેટ તો ફાળવવામાં આવ્યું હતું પરંતુ એ બજેટનો ખરેખર ઉપયોગ થયો છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન આ પહેલા વરસાદમાં ઉભો થઇ રહ્યો છે. સુરત એક બ્રીજ સિટી તરીકે ની આગવી ઓળખ ધરાવે છે પરંતુ ચોમાસામાં બ્રિજ નીચે ઉભેલા રાહદારી અને વાહન ચાલકો એ હેરાન થવાનો વારો આવ્યો છે. બ્રીજ પરથી વરસાદી પાણી પડતા પાલિકાના નાખેલા પાઇપ નહીં બરાબર હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. સુરતના કેટલાક બ્રિજો પરથી વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા પાઇપ વેસ્ટ ગયા હોય એમ નાખવામાં આવ્યા છે. આ પાઇપ સીધા જમીન સુધી નહીં ઉતારતા ભારે વરસાદમાં બ્રિજ પરથી પસાર થતા તથા બ્રિજ નીચેથી જતા ટુ વ્હીલર ચાલકોને 15 થી 20 ફુટ ઉંચેથી પડતા ધોધમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. પાલિકા દ્વારા મેજરમેન્ટ વગર જ કામ થયું હોય હજારો લાખોનો ખર્ચ કરીને પાઇપો ખરીદાયા હોય અને એ પાઇપોનો કોઈ અંદાજિત ના લીધો હોય તે પ્રમાણેની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા જોવા મળી રહી છે.
કેટલાક બ્રિજ પર બાકોરા પાડીને ટુંકા પાઇપ લગાવી દેવાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું, પરંતુ હવે ચોમાસાનો વિધિવત આરંભ થઈ ચૂકયો છે. ત્યારે પાલિકા તંત્ર એલર્ટ હોવાના દાવા કરી રહી છે. જોકે, ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલેથી જ પ્રી મોન્સુન કામગીરી કરાઇ હોવાના પાલિકાના અધિકારી અક્ષય પંડ્યાએ દાવા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વરસાદના પાણીના નિકાલ માટે બ્રિજ પર પાઇપો મુકયા છે. જેનાથી રાહદારીઓને વરસાદમાં તક્લીફ ના પડે પરંતુ પહેલા વરસાદમાં હવે જે તક્લીફની ફરિયાદો ઉઠી છે તેની તપાસ કરવામાં આવશે. પહેલા વરસાદમાં જ કેટલાક વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો,આ અંગે એક વાહન ચાલક એ કહ્યુ હતુ કે ભારે વરસાદમાં ટુ વ્હીલર ચાલકો જયારે બ્રિજ પરથી પસાર થયા હતા.ત્યારે ૧૫ થી ૨૦ ફૂટ ઉંચા વરસાદીના પાણીના ધોધથી પલળાઇ ગયા હતા. રેઇનકોટ પહેયો હોવા છતા તે ઉંચેથી નીચે પડેલા વરસાદી પાણીનો ધોધ માં પરેશાન થયા હતા. સાથે જ બ્રિજ પર બાકોરા થોડે થોડે અંતરે મુકયા હોવાથી ચાલુ વરસાદે એક બીજા બાકોરાથી બચવા જતા અકસ્માત થવાનો પણ ભય લાગ્યો હતો, એટલુ જ નહીં આ બાકોરા નીચે થી પસાર થતી ફોર વ્હીલ ગાડી પર અચાનક ધોધ પડતા વાહન ચાલકો માં ગભરાટ ફેલાયો છે,
આ પણ વાંચો – ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
અહેવાલ - રાબિયા સાલેહ


