ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ ફરી વિવાદમાં..

Bharuch: ભરૂચ (Bharuch)નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટને લઈને વિવાદમાં રહી છે અને કરોડો રૂપિયા સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ માટે જગ્યા લીધી છે પરંતુ સ્થાનિકોના વિરોધને લઈને ડમ્પિંગ સાઈટ મુદ્દે ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ભટકતી રહી છે અને ખેડૂતોની...
09:15 PM Jul 26, 2024 IST | Hiren Dave
Bharuch: ભરૂચ (Bharuch)નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટને લઈને વિવાદમાં રહી છે અને કરોડો રૂપિયા સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ માટે જગ્યા લીધી છે પરંતુ સ્થાનિકોના વિરોધને લઈને ડમ્પિંગ સાઈટ મુદ્દે ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ભટકતી રહી છે અને ખેડૂતોની...

Bharuch: ભરૂચ (Bharuch)નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટને લઈને વિવાદમાં રહી છે અને કરોડો રૂપિયા સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ માટે જગ્યા લીધી છે પરંતુ સ્થાનિકોના વિરોધને લઈને ડમ્પિંગ સાઈટ મુદ્દે ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ભટકતી રહી છે અને ખેડૂતોની જમીન ભાડે રાખી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ચલાવતા માનવ વસ્તીને લઈ ગ્રામજનોએ રોગચાળા દહેશતના પગલે બંધ કરાવતા ડોર ટુ ડોરના 50 થી વધુ વાહનો કચરાથી ભરચક રોડ ઉપર ઉભા કરી દેવામાં આવતા કચરાઓના ઢગલા અનેક વિસ્તારોમાં જોવા મળતા રોગચાળાનો ભય ઉભો થયો છે.

નગરપાલિકા ફરી વિવાદમાં

ભરૂચ નગરપાલિકાના પાપે હંમેશા ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાતી રહેતી હોય છે અને કલેકટરે પણ સાયખા ખાતે ડમ્પિંગ સાઈટ માટે પ્લોટ ફાળવ્યો હતો પરંતુ આ પ્લોટ ડમ્પિંગ સાઈટ માટે શરુ થતા જ ગંદકી અને દુગઁધના કારણે સ્થાનિકો રોષે ભરાતા ફરી એકવાર ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટના વિવાદમાં રહેતા મોટા ઉપાડે ભરૂચમાં થામ ગામ નજીક ખેડૂતની જમીન ભાડેથી રાખી છેલ્લા ત્રણ વર્ષથી ડમ્પિંગ સાઈટ ઉભી કરી દેવામાં આવી હતી અને આ ડમ્પિંગ સાઈટ પણ સતત વિવાદમાં રહી હતી અને આ ડમ્પિંગ સાઈટમાં કચરો સળગાવાથી ધુમાડાના કારણે હવા પ્રદુષણ તથા દુગઁધના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વાળો આવતા છેલ્લા ત્રણ વર્ષથી ડમ્પિંગ સાઈટ સામે ગ્રામજનો મેદાનમાં ઉતરતા વારંવાર ગ્રામજનોને આશ્વાસન આપી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ રહી છે.

ડમ્પિંગ સાઈટની જગ્યાનો અભાવ

હાલમાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થતા જ ડમ્પિંગ સાઈટમાં વરસાદી પાણીના કારણે દુગઁધ સાથે ગંદા પાણી આજુબાજુના ખેતરોમાં પસારવા સાથે ફરી એકવાર ગ્રામજનોએ ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ બંધ કરાવતા એક અઠવાડિયાથી ડમ્પિંગ સાઈટ વિનાની ભરૂચ નગરપાલિકા આખરે ભરૂચ શહેર માંથી ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘરાવેલા કચરાના નિકાલને લઈ 50 થી વધુ ડોર ટુ ડોર વાહનોમાં કચરો ભરેલો રહ્યો છે.સાથે સમગ્ર ભરૂચ શહેરમાં પણ કચરાના ઢગલાઓ થઈ ગયા છે અને ડમ્પિંગ સાઈટની જગ્યાના અભાવે સમગ્ર ભરૂચ શહેર નર્કાગારની સ્થિતિ ઉભી થતા મચ્છરોના ઉપદ્રવથી ભયકંર રોગચાળો ફેલાય તેવો ભય ઉભો થયો છે.

ડોર ટુ ડોરના ટેમ્પાના ખડકલાઓથી દુર્ગંધ

ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઈટના વિવાદમાં આવતા ડોર ટુ ડોરના વાહન ચાલકોએ કલેકટર કચેરી અને ન્યાયધીશ કોલોની નજીકમાં જ રેલવે ગાળનારા ની બાજુ માં ખુલ્લી જગ્યામાં ડેરા તંબુ તાણતા જ 50 થી વધુ ડોર ટુ ડોરના વાહનો કચરાઓથી ભરચક ઉભા કરી દેવામાં આવતા મચ્છરોના ઉપદ્રવથી ન્યાયાધીશોના સ્વાસ્થ્ય અને સોસાયટીના રહીશોને પણ રોગચાળાનો ભય ઉભો થતા ફરી એકવાર નગરપાલિકાએ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે નાટક કરવાનું ઊભું કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ડમ્પિંગ સાઈટ મુદ્દે ભ્ર્ષ્ટાચાર થતો હોવાનો વિપક્ષનો આરોપ

ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટ વિનાની છેલ્લા ઘણા સમય થી રહેતા સાયખા ગામે ડમ્પિંગ સાઈટ માટે પ્લોટ ખરીદયો હોવા છતાં નગરપાલિકા ને આખરે ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં રસ કેમ છે તેવા અનેક સવાલો વચ્ચે વિપક્ષીઓએ નગરપાલિકા ઉપર ભ્ર્ષ્ટાચાર ના આક્ષેપો કર્યા છે.ત્યારે નગરપાલિકાને ડમ્પિંગ સાઈટ કેટલા સમયમાં મળે છે કે પછી ભરૂચમાં રોગચાળો માથું ઉંચકે છે તે જોવું રહ્યું.

અહેવાલ  -દિનેશ મકવાણા ભરૂચ

આ પણ  વાંચો  -Bharuch: Chandipura virus થી 4 વર્ષના બાળકનુ સારવાર દરમિયાન મોત...

આ પણ  વાંચો  -Gujarat Rain: ભારે વરસાદથી તારાજી,ગુજરાતની આ નદીઓ બની ગાંડીતૂર

આ પણ  વાંચો  -Tapi Rain:તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જિલ્લાના 115 માર્ગ ધોવાયા

Tags :
Bharuch Municipalitycontroversydoor to doorDumping SiteEpidemic fearGarbage heapsIllegal dumping sitelocal oppositionPandemic terror
Next Article