ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : ગેરકાયદેસર રહેતી 5 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો!

આ મહિલાઓએ બાંગ્લાદેશ બોર્ડરથી ગેરકાયદેસર ઘૂષણખોરી કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો અને દ્વારકા આવી હતી.
09:47 PM Mar 17, 2025 IST | Vipul Sen
આ મહિલાઓએ બાંગ્લાદેશ બોર્ડરથી ગેરકાયદેસર ઘૂષણખોરી કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો અને દ્વારકા આવી હતી.
Dwarka_Gujarat_first
  1. દેવભૂમિ દ્વારકામાંથી પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ (Dwarka)
  2. દ્વારકા SOG એ અલગ ભાષા બોલતી પાંચ મહિલાની ધરપકડ કરી
  3. વિવિધ એજન્ટોની મદદથી બોર્ડર થકી દ્વારકા પહોંચી હતી
  4. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું ટ્વીટ

દેવભૂમિ દ્વારકામાં (Dwarka) એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જે હેઠળ દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાઓએ બાંગ્લાદેશ બોર્ડરથી ગેરકાયદેસર ઘૂષણખોરી કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો અને દ્વારકા આવી હતી. આ મામલે SOG એ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટ કરી આ અંગે માહિતી પણ આપી છે.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતની જળસીમા પરથી છેલ્લા બે વર્ષમાં 484 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અલગ પ્રકારની ભાષા બોલતી પાંચ શંકાસ્પદ મહિલાની જાણ થઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકામાંથી (Dwarka) પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. દ્વારકાનાં રૂપેણ બંદર વિસ્તારમાંથી અલગ પ્રકારની ભાષા બોલતી પાંચ જેટલી શંકાસ્પદ મહિલાઓની જાણ થતાં એસઓજીની ટીમે તેમની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. આ શંકાસ્પદ મહિલાઓની કડક પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશની (Bangladeshi Women) હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો - Surat : વિચિત્ર ઘટના! ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ ફાંસો ખાધેલી હાલતમાં મળી!

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું ટ્વીટ

દ્વારકા SPG દ્વારા ધરપકડ કરાયેલ આ મહિલાઓએ પૂછપરછમાં જણાવ્યું કે, વિવિધ એજન્ટની મદદથી તેઓ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની સરહદની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઇ દરિયાઈ માર્ગથી દ્વારકા સુધી પહોંચી હતી. તમામ પાંચ મહિલાઓને ઝડપીને એસઓજી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, 'રાજ્ય સરકાર ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે! દ્વારકા SOG એ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.'

આ પણ વાંચો - Ahmedabad : HC માં સરકારી વકીલે કહ્યું- ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે શહેરો સુરક્ષિત હોવા જોઈએ..!

Tags :
Bangladeshi WomenCrime NewsDevbhoomi DwarkaDwarka SOGGUJARAT FIRST NEWSHarsh SanghviSOGTop Gujarati News
Next Article