Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યાં, નાની ઉંમરની યુવતીનું મોત

દ્વારકા નગરપાલિકા ફાયર બ્રિગેડની (Dwarka Fire Brigade) ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
dwarka   ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યાં  નાની ઉંમરની યુવતીનું મોત
Advertisement
  1. Dwarka માં ગોમતી નદીમાં 7 યાત્રિકો ડૂબ્યાં
  2. એક યુવતીનું મોત જ્યારે અન્ય 6 ને બચાવી લેવામાં આવ્યા
  3. 4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં ડૂબ્યા હતા
  4. ફાયર વિભાગ અને સ્થાનિક ઊંટ સવારનાં માલિકે 6 ને બચાવ્યાં

Dwarka : દેવભૂમિ દ્વારકામાં હચમચાવે એવી ઘટના બની છે. ગોમતી નદીમાં (Gomti River) એક સાથે 7 યાત્રિકો ડૂબ્યા હોવાનાં સમાચાર છે. આ દુર્ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હોવાનું અને અન્ય 6 યાત્રિકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. 4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં દ્વારકા નગરપાલિકા ફાયર બ્રિગેડની (Dwarka Fire Brigade) ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક ઊંટ સવારનાં માલિકે પણ મદદ કરી હતી.

આ પણ વાંચો - Kutch Accident: બ્લેક કલરની ક્રેટા કાર અને બાઇક ધડાકાભેર અથડાયા, બે વિદ્યાર્થીઓનાં મોત

Advertisement

Advertisement

4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં ડૂબ્યા હતા

પ્રાથમિક માહિતી અનુસાર, યાત્રાધામ દ્વારકામાં (Dwarka) આવેલ ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને (Dwarka Police) કરાઈ હતી. બંને વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, ફાયર બ્રિગેડની ટીમે 6 લોકોને બચાવી લીધા છે. પરંતુ, એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દ્વારકામાં આવેલ ગોમતી નદીનાં (Gomti River) સામે કિનારે 4 યુવક તેમ જ 3 યુવતી ડૂબ્યા હતા.

આ પણ વાંચો - Gujarat Corona Case: સુરતમાં વધુ 7 દર્દીઓ કોરોના પોઝિટિવ, જાણો કુલ આંકડો કેટલે પહોચ્યો

ફાયર વિભાગ અને સ્થાનિક ઊંટ સવારનાં માલિકે 6 ને બચાવ્યાં

માહિતી અનુસાર, નગરપાલિકાની ફાયર વિભાગ તેમ જ સ્થાનિક ઊંટ સવારનાં માલિક દ્વારા ડૂબતા યાત્રિકોનો બચાવ કરવામાં આવ્યો છે. તમામનું રેસ્ક્યૂ કરાયા બાદ 108 દ્વારા દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સરકારી હોસ્પિટલમાં (Government Hospital) સારવાર દરમિયાન નાની ઊંમરની ભાગેશ્વરી નામની યુવતીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અવગણના થતા કોંગ્રેસના કોર્પોરેટર બરાબરના ગિન્નાયા

Tags :
Advertisement

.

×