Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : રાજકોટ બાદ હવે ખંભાળિયાની હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ થતાં હડકંપ!

ખંભાળિયાની પાયલ હોસ્પિટલનો (Payal Maternity Hospital) વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
dwarka   રાજકોટ બાદ હવે ખંભાળિયાની હોસ્પિટલનાં cctv ફૂટેજ વાઇરલ થતાં હડકંપ
Advertisement
  1. પાયલ મેટરનિટી હોસ્પિટલમાં વધુ એક CCTV કાંડનો પર્દાફાશ (Dwarka)
  2. રાજકોટ બાદ ખંભાળિયાની પાયલ હોસ્પિટલનો વીડિયો આવ્યો સામે
  3. ખંભાળિયાની પાયલ હોસ્પિટલનાં CCTV ફૂટેજ થયા વાઇરલ
  4. યુટ્યૂબપર Andamen Productions નામની ચેનલમાં ફૂટેજ વાઇરલ

રાજકોટની (Rajkot) પાયલ મેટરનિટી હોસ્પિટલ ભારે વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલા દર્દીઓનાં ચેકઅપનાં અંગત ક્ષણોનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જો કે, હવે રાજકોટ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં (Dwarka) ખંભાળિયાની પાયલ હોસ્પિટલનો (Payal Maternity Hospital) વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - સગર્ભા મહિલાઓનાં ચેકઅપનાં CCTV ફૂટેજ Rajkot ની હોસ્પિટલનાં! ચોંકાવનારો ઘટસ્ફોટ

Advertisement

Advertisement

રાજકોટ બાદ ખંભાળિયાની પાયલ હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ

પ્રાપ્ત માહિતી અનુસાર, યુટ્યૂબ પર Andamen Productions નામની ચેનલમાં ખંભાળિયાની (Khambhalia) પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ વાઇરલ થયા છે. પાયલ મેટરનિટી હોસ્પિટલનાં પરિક્ષણ રુમનાં આ ફૂટેજ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કરતા ખંભાળિયાની (Dwarka) પાયલ હોસ્પિટલ પણ સંજય દેસાઈની માલિકીની હોવાનું સામે આવ્યું છે. જો કે, ખંભાળિયાની પાયલ હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાયરલ થવા મામલે તપાસ થશે કે કેમ તે જોવાનું રહેશે. ત્યારે એક બાદ એક હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ થતા હડકંપ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Gujarat Hospital Scam : સગર્ભા મહિલાનાં ચેકઅપનાં CCTV ફૂટેજ વાઇરલ થવા મામલે હોસ્પિ. તંત્રે શું કહ્યું ?

રાજકોટ સાઇબર ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જણાવી દઈએ કે, રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો (Payal Maternity Hospital) વિવાદ સામે આવતા રાજકોટ સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા દર્દીઓનાં ચેકઅપનાં અંગત ક્ષણ અને ગોપનિયતાનો વીડિયો વાઇરલ કરનારની શોધખોળ શરુ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમની (Cyber Crime) તપાસમાં મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટે (Gujarat First News) સૌથી પહેલા રાજકોટની હોસ્પિટલનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો - Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!

Tags :
Advertisement

.

×