Dwarka : સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર મહંત માધવ સ્વામીએ માંગી માફી, જાણો શું કહ્યું ?
- સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તક વિવાદ પર મંગાઈ માફી (Dwarka)
- દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં ગાદીપતિએ આપી પ્રતિક્રિયા
- દ્વારકા મંદિરનાં ગાદીપતિ મહંત માધવ સ્વામીએ માંગી માફી
- ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપી
સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કહેવાતા સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓ મુદ્દે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં (Dwarka Swaminarayan Temple) મહંત શ્રીમાધવ સ્વામી (Mahant Shrimadhav Swami) દ્વારા માફી માગવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ જ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં (Dwarkadhish) ચરણોમાં ક્ષમાયાચના કરવામાં આવશે તેવી પણ વાત કરી છે.
આ પણ વાંચો - Sabarkantha : બેંક કર્મી પાસેથી 15 લાખની લૂંટ મચાવનાર 3 પૈકી 2 ઝડપાયા, મુખ્ય આરોપી હજું પણ ફરાર
દ્વારકા મંદિરનાં ગાદીપતિ મહંત માધવ સ્વામીએ માફી માંગી
દ્વારકા (Dwarka) સ્વામિનારાયણ મંદિરનાં મહંત શ્રીમાધવ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી છે અને માફી માગી છે. મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. મહંત શ્રીમાધવ સ્વામીએ સંપ્રદાય વતી માફી પણ માગી હતી તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં ક્ષમાયાચના....
સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર માંગી માફી
દ્વારકા મંદિરના ગાદીપતિ મહંત માધવ સ્વામીએ માંગી માફી
દ્વારકા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ આપી પ્રતિક્રિયા
"સ્વામીનારાયણ સંપ્રદાયની માફી, યોગ્ય કાર્યવાહીની ખાતરી"
ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી#Gujarat… pic.twitter.com/xpYVRJwqTD— Gujarat First (@GujaratFirst) March 28, 2025
આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી
તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી
મહંત શ્રીમાધવ સ્વામીએ (Mahant Shrimadhav Swami) વિવાદિત ટિપ્પણી કરનારા સંપ્રદાયનાં સાધુઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી પણ આપી હતી. તેમણે ગુગળી બ્રાહ્મણોની સેવાભાવના અને ઉદારતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી છે. અંતે, વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો - Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?