ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર મહંત માધવ સ્વામીએ માંગી માફી, જાણો શું કહ્યું ?

મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સંપ્રદાયની વિચારધારા નથી.
12:07 AM Mar 29, 2025 IST | Vipul Sen
મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સંપ્રદાયની વિચારધારા નથી.
Dwarka_gujarat_first
  1. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તક વિવાદ પર મંગાઈ માફી (Dwarka)
  2. દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં ગાદીપતિએ આપી પ્રતિક્રિયા
  3. દ્વારકા મંદિરનાં ગાદીપતિ મહંત માધવ સ્વામીએ માંગી માફી
  4. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપી

સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કહેવાતા સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓ મુદ્દે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં (Dwarka Swaminarayan Temple) મહંત શ્રીમાધવ સ્વામી (Mahant Shrimadhav Swami) દ્વારા માફી માગવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ જ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં (Dwarkadhish) ચરણોમાં ક્ષમાયાચના કરવામાં આવશે તેવી પણ વાત કરી છે.

આ પણ વાંચો - Sabarkantha : બેંક કર્મી પાસેથી 15 લાખની લૂંટ મચાવનાર 3 પૈકી 2 ઝડપાયા, મુખ્ય આરોપી હજું પણ ફરાર

દ્વારકા મંદિરનાં ગાદીપતિ મહંત માધવ સ્વામીએ માફી માંગી

દ્વારકા (Dwarka) સ્વામિનારાયણ મંદિરનાં મહંત શ્રીમાધવ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી છે અને માફી માગી છે. મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. મહંત શ્રીમાધવ સ્વામીએ સંપ્રદાય વતી માફી પણ માગી હતી તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં ક્ષમાયાચના....

આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી

તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી

મહંત શ્રીમાધવ સ્વામીએ (Mahant Shrimadhav Swami) વિવાદિત ટિપ્પણી કરનારા સંપ્રદાયનાં સાધુઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી પણ આપી હતી. તેમણે ગુગળી બ્રાહ્મણોની સેવાભાવના અને ઉદારતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી છે. અંતે, વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો - Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

Tags :
DwarkaDwarkadhishGUJARAT FIRST NEWSHindu ReligionMahant Shrimadhav SwamiMahant Shrimadhav Swami of Dwarka Swaminarayan TempleSwaminarayan SadhusSwaminarayan Sadhus ControversySwaminarayan sectTop Gujarati News
Next Article