Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka: જામરાવલમાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગુજરાત ફર્સ્ટે કર્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

ગુજરાત ફર્સ્ટની ટીમનો જામરાવલથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જળપ્રલય વચ્ચે આર્મીની ટીમ જામરાવલ પહોંચી જામરાવલમાં સતત વરસાદથી પૂર જેવી છે સ્થિતિ Dwarka: દ્વારકાના જામરાવલ વિસ્તારમાં હાલમાં મેઘતાંડવ જેવી હાલત સર્જાઈ છે, જેમાં ભારે વરસાદ અને પુરના પરિણામે આખું ગામ પાણીમાં...
dwarka  જામરાવલમાં મેઘતાંડવ જેવી સ્થિતિ  ગુજરાત ફર્સ્ટે કર્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Advertisement
  1. ગુજરાત ફર્સ્ટની ટીમનો જામરાવલથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
  2. જળપ્રલય વચ્ચે આર્મીની ટીમ જામરાવલ પહોંચી
  3. જામરાવલમાં સતત વરસાદથી પૂર જેવી છે સ્થિતિ

Dwarka: દ્વારકાના જામરાવલ વિસ્તારમાં હાલમાં મેઘતાંડવ જેવી હાલત સર્જાઈ છે, જેમાં ભારે વરસાદ અને પુરના પરિણામે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા તૈયાર કરાયેલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનુસાર, જામરાવલમાં સતત પડતો વરસાદ અને પાણીની વધતી જતી સ્થિતિને કારણે વિસ્તારોનો સંપર્ક કાપાયો છે. અત્યારે અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જેનું ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: kutch: ભારે વરસાદની વચ્ચે બેઘર થયેલા લોકો માટે દેવદૂત બની અંજાર પોલીસ, જુઓ આ તસવીરો

Advertisement

શહેરના માર્ગો પૂર્ણ રીતે પાણીમાં ગરકાવ જોવા મળ્યાં

Dwarka ના જામરાવલ પંથકમાં ઘણા વિસ્તારો પૂરનાં પાણી હેઠળ છે, જેના કારણે લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે. શહેરની મુખ્ય હાઈવે સાથે જોડતા માર્ગો અને આફતગ્રસ્ત વિસ્તારોના માર્ગો પૂર્ણ રીતે પાણીમાં ગરકાવ જોવા મળ્યાં છે. આ સાથે સાથે જામરાવલની શાળા, આરોગ્ય મથક સહિક અનેક સ્થળો પણ પાણીમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે જનતાને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Anand: રેડ એલર્ટ હોવા છતાં ફાયર ઓફિસર રજાના મૂડમાં! શું આ ગંભીર લાપરવાહી નથી?

આફતગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ફસાયેલા હોવાની શક્યતા

નોંધનીય છે કે, આફતના આ દ્રષ્ટિએ, ભારતીય સેના અને અન્ય રેસ્ક્યૂ ટીમોએ આજ રોજ જામરાવલ પહોંચીને બચાવ કાર્યમાં જોડાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આફતગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ફસાયેલા હોવાની શક્યતા છે અને તેમને બચાવવાની પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી, સર્વસાધારણ લોકોએ પૂરનાં પાણીમાંથી બચવા માટે સીધી સૂચનાઓ અને સહાયના અપેક્ષાઓ રાખી છે. આ રીતે, આટલી મોટી મુશ્કેલી વચ્ચે લોકોની સુરક્ષા અને સહાયતા માટે સેવા સક્રિય કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vijay Suvada એ દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગી, જુઓ આ Video

Tags :
Advertisement

.

×