ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થતા દ્વારકા ધમરોળાયું, Gujarat Firstનું ગ્રાઉન્ડ ઝીરો Reporting

Gujarat First's Ground Zero Reporting, Dwarka: દ્વારકામાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો, દ્વારકામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટે...
08:16 AM Jul 20, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat First's Ground Zero Reporting, Dwarka: દ્વારકામાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો, દ્વારકામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટે...
Gujarat First's Ground Zero Reporting, Dwarka

Gujarat First's Ground Zero Reporting, Dwarka: દ્વારકામાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો, દ્વારકામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટે દ્વારકા જઈને ગ્રાઉન્ડ ઝીરો દિલધડક Reporting (Gujarat First's Ground Zero Reporting) કર્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, દ્વારકા (Dwarka)માં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થયો છે. જેના કારણે ભારે વરસાદના કારણે શહેર પાણીમાં કરકાવ થઈ ગયા હતા. જોકે, વરસાદ બંધ થયા બાદ ધીરે ધીરે પાણી ઓસરતાં જોવા મળ્યા હતા.

ભારે વરસાદને પગલે દ્વારકામાં નવ કાચા પાકા મકાનને નુકશાન

નોંધનીય છે કે, દ્વારકા (Dwarka)માં મેઘરાજાનું ભારે તાંડવ જોવા મળ્યું હતું. દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થતા દ્વારકા ધમરોળાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે 59 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે એક વ્યક્તિને ઇજા થઈ છે જ્યારે ત્રણ પશુઓના મોત થયા છે. ભારે વરસાદને પગલે દ્વારકામાં નવ કાચા પાકા મકાનને નુકશાની પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે

ગ્રાઉન્ડ ઝીરો દિલધડક Reporting દ્વારા જાણકારી મળી છે કે, 10 થી વધુ રસ્તાઓને નુકશાની થઈ હોવાનું સામે આવ્યું છે. આ સાથે સાથે 20 થી વધુ વીજપોલને નુકશાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. પરંતુ દ્વારકામાં અત્યારે અતિભારે વરસાદ થઈ રહ્યો છે. દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થતા દ્વારકા ધમરોળાયું હોવાની તસવીરો સામે આવ્યું છે. દ્વારકામાં મેઘરાજાની મહેર કહેર બની ગઈ છે. નોંધનીય છે કે, દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે સાથે દ્વારકા શહેરના આવડ પરા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે આવડ પરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: Gujarat Rainfall Alert: IMD એ કરી આગાહી, ગુજરાતના 12 જિલ્લામાં મેઘ મહેર મચાવશે કહેર

આ પણ વાંચો: Gujarat Rainfall Alert :11 જળાશયો હાઈ એલર્ટ,વરસાદીને સ્થિતિને પહોંચી વળવા ગુજરાત કેટલું સજ્જ?

આ પણ વાંચો: Chandipuram virus: આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા, PICU વોર્ડની મુલાકાત લીધી

Tags :
DwarkaDwarka Heavy RainDwarka Heavy Rain UpdateDwarka Heavy RainsDwarka Latest NewsDwarka NewsGujarat First's Ground Zero ReportingGujarat First's ReportingGujarati Newsheavy rain
Next Article