Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka :સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ, સાધુ સંતોમાં રોષ

સ્વામી નારાયણ સંપ્રદાયનાં નીલકંઠ ચરણ સ્વામી દ્વારા કરેલ બફાટને લઈ આહીર સમાજ તેમજ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સાધુ સંતો દ્વારા નીલકંઠ ચરણ સ્વામી માફી માંગે તેવી માંગ કરી છે.
dwarka  સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ  સાધુ સંતોમાં રોષ
Advertisement
  • નીલકંઠ ચરણ સ્વામીનાં બફાટને લઈ આહીર સમાજમાં રોષ
  • સ્વામીના બફાટથી આહીર સમાજની લાગણી દુભાઈ
  • સુરતના પુના વિસ્તારમાં સંસ્કારધામ સોસાયટીમાં વિરોધ

દ્વારકાધીશ પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીએ કરેલ વિવાદિત ટીપ્પણી બાદ આહીર સમાજનાં આગેવાનો તેમજ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત રહેતા આહીર સમાજનાં આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહીર સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, સ્વામી દ્વારકા જઈ દ્વારકાપતી સમક્ષ માફી માંગે તેવી માંગ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયને તેમનો પંથ મુબારક છે. પરંતું દ્વારકાધીશ પ્રત્યેની ટિપ્પણી સમાજ નહી ચલાવી લે. જો માફી માંગવામાં નહી આવે તો સમાજ અલગ અલગ કાર્યક્રમો આપશે.

Advertisement

આપણા ધર્મને ધક્કો લાગી રહ્યો છે: મણીધર બાપુ

નીલકંઠ સ્વામીનાં બફાટને લઈ મોગલધામ કબરાઉનાં બાપુમાં રોષ જોવા મળ્યો હતો. કચ્છ કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિ મણીધર બાપુએ હુંકાર કર્યો છે. તેમજ ચારણ ઋષિ મણીધર બાપુ આમરણાંત પ્રતિક ઉપવાસ કરશે. સ્વામીઓ શંકરાચાર્યજીને લેખિત બાંહેધરી ન આપે ત્યાં સુધી ઉપવાસ કરશે. મણીધર બાપુએ કહ્યું હતું કે, આ લોકો બફાટ કરે છે, કોઈ બંધ કેમ નથી કરતા, હવે અમારા સાધુ સંતોથી રહેવાતુ નથી. હવે ધૂણા જાગૃત કરવાના છે. અનુષ્ઠાન કરવાના છે. અનુષ્ઠાન કરવાની પહેલ કરૂ છું.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : મેયર VS મ્યુનિ. કમિ., ટીમ વડોદરામાં મોટી તિરાડના એંધાણ

દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી પર પબુભા માણેકમાં આક્રોશ

દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણીને લઈ ભક્તો તેમજ આહીર સમાજ અને સંતોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામી સામે રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી મામલે પબુભા માણેકમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણના સ્વામી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. પબુભાએ નિવેદન આપ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશે સંઘર્ષ કરી દ્વારકા નગરી વસાવી તેવો ઈતિહાસ છે. તેમજ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરતા પહેલા ઈતિહાસ જોઈ લેવો જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનાં નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ VADODARA : ગરમીમાં ટ્રાફિક પોલીસના જવાનોને ઠંડા-કૂલ રાખશે AC હેલ્મેટ

દ્વારકાધીશ સામે ટિપ્પણી કરવામાં આવે છે તે બહુ દુઃખદઃ પરિમલ નથવાણી (રાજ્યસભાના સાંસદ)

સ્વામિનારાયણ સાધુઓના વિવાદને લઈ રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ આપી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દ્વારકાધીશ પર વિવાદાસ્પદ ટિપ્પણીથી સનાતન ધર્મમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. "ભગવાન દ્વારકાધીશનું અપમાન"થી ભક્તોમાં રોષ છે. સ્વામિનારાયણ ગુરુકુળના સાધુના નિવેદનથી વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણના સંતે ટિપ્પણી કરી છે તેને વખોડું છું. દ્વારકાધીશ છે રહેશે અને હંમેશા માટે રહેશે . દ્વારકાધીશ ભગવાન હાજર હાજૂર છે. દ્વારકાધીશ સામે ટિપ્પણી કરવામાં આવે છે તે બહુ દુઃખદ છે. એ લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી. પોતાના પર વિશ્વાસ છે અને દ્વારકાધીશ પર વિશ્વાસ નથી એ બહુ દુઃખદ છે.

Tags :
Advertisement

.

×