Dwarka : ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, ચક્રવાતથી વ્યાપક નુકસાન!
- Dwarka જિલ્લામાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત
- ખંભાળિયા, કલ્યાણપુર તેમ જ ભાણવડમાં તેજ પવન સાથે વરસાદ
- ગણેશગઢ ખાતે જીવદયા હોસ્પિટલને ચક્રવાતનાં કારણે વ્યાપક નુકસાન
- ભાડથર ગામની નદીમાં પણ તોફાની વરસાદથી પૂર આવ્યાની સ્થિતિ
- ખેડૂતોનાં પાકને નુકસાન, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત
Dwarka : જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદે માજા મૂકી છે. જિલ્લાનાં કલ્યાણપુર, ખંભાળિયા તેમ જ ભાણવડ પંથકમાં ભારે પવન સાથે માવઠું (Unseasonal Rains) પડતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેનાંથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે જ્યારે બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન થયું છે. કલ્યાણપુરમાં ભારે પવન સાથે વરસાદ થતાં વ્યાપક નુકસાન થયું છે.
ખંભાળિયા, કલ્યાણપુર તેમ જ ભાણવડમાં તેજ પવન સાથે વરસાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકા જિલ્લામાં (Dwarka) સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત છે. ખંભાળિયા, કલ્યાણપુર તેમ જ ભાણવડ પંથકમાં (Bhanvad) તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે. જો કે, અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તેથી લોકોને ગરમીથી રાહત થઈ છે. કલ્યાણપુર તાલુકાના બાકોડી, રાવલ ટંકારિયા જેવા ગામોમાં તોફાની વરસાદ થયો હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ahmedabad : "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની નવીન પહેલ
-આ વર્ષે ચોમાસુ 4 દિવસ વહેલાં શરૂ થશે
-ભારતીય હવામાન વિભાગની આગાહી
-27 મે એ ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા
-1 જૂનને બદલે 4 દિવસ વહેલું આગમન થશે
-સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા#Monsoon2025 #EarlyMonsoon #KeralaRains #IMDAlert #RainForecast #FarmersHope #GujaratFirst pic.twitter.com/X279Lt2pt5— Gujarat First (@GujaratFirst) May 11, 2025
તીવ્ર ચક્રવાતના કારણે અબોલ પશુઓનાં જીવ જોખમાયા
કલ્યાણપુરની (Kalyanpur) વાત કરીએ તો તેજ પવન સાથે વરસાદ થતાં લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. ગણેશગઢ ખાતે આવેલ જીવદયા હોસ્પિટલને ચક્રવાતનાં કારણે વ્યાપક નુકસાન થયું છે. ભારેખમ પતરાંનાં શેડ, લોખંડનાં એંગલ સહિતનાં વીજપોલ પણ ધરાશાઈ થયા છે. તીવ્ર ચક્રવાતના કારણે અબોલ પશુઓનાં જીવ જોખમાયા છે. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - IndiaPakistanWar: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાયડનાં MLA ની મહત્ત્વની જાહેરાત!
ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી જ પાણી!
દ્વારકાનાં ખંભાળિયા તાલુકામાં (Khambhaliya) પણ ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તાલુકાનાં ભાડથર, કેશોદ સહિતનાં ગામોમાં ભારે વરસાદથી (Unseasonal Rains) ખેતરો પાણી પાણી થયા છે. ભાડથર ગામની નદીમાં પણ તોફાની વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય ગરમી બાદ ખાબકેલા તોફાની વરસાદે પંથકને ઘમરોળ્યો છે. ખેતરોમાં રહેલા પશુઓનો ચરો, વિવિધ ઊભા પાક પલળી જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
આ પણ વાંચો - ISKCON Bridge Accident Case: ગુજરાત હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા