જામનગરમાં DyCM Harsh Sanghavi નું નિરીક્ષણ, PM મોદીના આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવા આદેશ
- DyCM Harsh Sanghavi : PM મોદીના આગમન પૂર્વે રૂટ નિરીક્ષણ!
- જામનગરની મુલાકાત લઈ સુરક્ષાની કરી સમીક્ષા
- PM ના આગમન પૂર્વે એરપોર્ટથી લાલ બંગલા સુધીના રૂટની તપાસ
- સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રહ્યા હાજર
- કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બંદોબસ્ત મુદ્દે યોજાશે બેઠક
- સુરક્ષાની કચાશ ન રહે તે માટે આપ્યા કડક આદેશો
DyCM Harsh Sanghavi : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) આગામી જામનગર પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) આજે ખાસ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે એરપોર્ટથી લઈને શહેરના મુખ્ય વિસ્તારો સુધીના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
DyCM Harsh Sanghavi: રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જામનગર એરપોર્ટ (Jamnagar Airport) પર ઉતરાણ કર્યા બાદ સીધા જ લાલ બંગલા સર્કલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ (Poonamben Maadam) અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી (Divyesh Akbari) પણ જોડાયા હતા. DyCM હર્ષભાઈ સંઘવીએ કાફલા સાથે વડાપ્રધાન જે માર્ગ પરથી પસાર થવાના છે તે રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને જાહેર સભા કે કાર્યક્રમ સ્થળ અને રસ્તાઓ પર કોઈ કચાશ ન રહી જાય તે માટે તેમણે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક
રૂટ નિરીક્ષણ બાદ નાયબ મુખ્યમંત્રી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર (District Collector) અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને જનમેદનીના નિયંત્રણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગૃહ વિભાગ કોઈપણ જોખમ લેવા માંગતું નથી. DyCM હર્ષભાઈ સંઘવીએ અધિકારીઓને સૂચના આપી છે કે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે અને નાગરિકોને પણ ઓછામાં ઓછી હાલાકી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.
આ પણ વાંચો: Bollywood ની બોલ્ડ અભિનેત્રીના પતિ સામે FIR, મુંબઇ પોલીસે ગાળિયો કસ્યો


