Surendranagar : જ્યાં ગૌહત્યા રોકવાનો સંકલ્પ લીધો હતો, ત્યાંથી જ DYCM હર્ષભાઈ સંઘવીએ કરી મોટી જાહેરાત
- Surendranagar ના દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) ની હાજરી
- વડવાળા મંદિરના આધુનિકીકરણ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે રુ.2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
- DYCM હર્ષભાઈ સંઘવી (DYCM Harshbhai Sanghavi) નો ગૌરક્ષાનો સંકલ્પ સિદ્ધ
- 18 ગૌહત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલાયા
- વડવાળાના આંગણેથી DYCM હર્ષભાઈ સંઘવી (DYCM Harshbhai Sanghavi) એ આપ્યો આકરો સંદેશ
- જૂના સંકલ્પો યાદ કરી ગૌ હત્યારાઓને આપી ચેતવણી
Surendranagar: ઝાલાવાડ (Jhalavad) ની પવિત્ર ધરા પર આવેલા સુપ્રસિદ્ધ દૂધરેજ વડવાળા મંદિરના (Dudhrej Vadwala Temple) પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું (DYCM Harshbhai Sanghavi) આગમન થયું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલા લોક ડાયરામાં (Lok Dayro) હાજરી આપી નાયબ મુખ્યમંત્રીએ ભાવિકોને સંબોધિત કર્યા હતા અને મંદિરના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી હતી.
દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DYCM Harshbhai Sanghavi) ની હાજરી
લોક ડાયરાના સ્ટેજ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડવાળા મંદિરના આધુનિકીકરણ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધુ રુ. 2 કરોડની ગ્રાન્ટ (Development Grant) ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે શ્રદ્ધાપૂર્વક જણાવ્યું હતું કે, "બાપુ જે પણ કામ સૂચવશે, તે તમામ કામો અમે અગ્રતાના ધોરણે પૂર્ણ કરીશું." આ જાહેરાતથી વડવાળાના સેવકો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ગૌરક્ષાનો સંકલ્પ અને કડક કાર્યવાહી
પોતાના સંબોધનમાં હર્ષભાઈ સંઘવીએ જૂની યાદો તાજી કરતા કહ્યું કે, જ્યારે તેઓ પ્રથમ વખત અહીં આવ્યા હતા ત્યારે આ પવિત્ર ભૂમિ પરથી જ ગૌ હત્યારાઓ (Cow Slaughterers) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પના પરિણામ સ્વરૂપ અત્યાર સુધીમાં અંદાજે 18 જેટલા ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા (Life Imprisonment) ફટકારવામાં આવી છે, જેઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે. ગુજરાત સરકાર ગૌવંશના રક્ષણ માટે કટિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
DYCM Harshbhai Sanghavi : જ્યાં ગૌહત્યા રોકવાનો સંકલ્પ લીધો હતો, ત્યાંથી જ DYCM એ કરી મોટી જાહેરાત । Gujarat First
સુરેન્દ્રનગરના વડવાળા મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન
''ગૌ હત્યારા સામે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી''
''18 ગૌ હત્યારાને 7 વર્ષથી આજીવન કેદ સુધીની સજા… pic.twitter.com/jP2yYs1EGV— Gujarat First (@GujaratFirst) March 3, 2026
આ પણ વાંચો : Israel Iran Conflict : ફ્લાઈટની એક ટિકિટમાં તો લક્ઝરી કાર આવી જાય! એરલાઈન્સના ભાડામાં આટલો વધારો


