Earthquake: અમદાવાદ અને બનાસકાંઠા સહિત પાટણમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો ક્યા નોંધાયું કેન્દ્રબિંદુ?
- ઉત્તર ગુજરાતમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- બનાસકાંઠા, પાટણમાં પણ અનુભવાઈ ભૂકંપની અસર
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ
- રાજસ્થાન અને ગુજરાતમાં ભૂકંપનો આંચકો
Earthquake: અત્યારે રાત્રે 10ઃ 16 કલાકે રાજસ્થાન અને ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. મલળી વિગતો પ્રમાણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે.
જોધપુરથી 98 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું
વધુમાં વાત કરવામાં આવે તો, ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. આ સાથે ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરવામાં આવે તો, જોધપુરથી 98 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. નોંધનીય છે કે, રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે, જાનમાનની નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યાં નથી.
ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો મહેસાણાના ખેરાલુમાં પણ ભૂંકપનો આંચકો અનુભવાયો છે. આ સાથે પાલનપુર આસપાસ આવેલા માલણ, દેલવાડા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. જો કે, હજુ સુધી જાનમાલને નુકસાન થયાના કોઈ સમાચાર સામે આવ્યાં નથી. જેથી લોકોએ રાહતનો શ્વાલ લીધો છે.
સાબરકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આચકા અનુભવાયા
બનાસકાંઠા સાથે સાથે સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ભૂકંપના આચકા અનુભવાયા છે. હિંમતનગર, વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. ભૂંકપને લઈને અત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, રાત્રિ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય જોવા મળ્યો છે. ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતાં.
આ પણ વાંચો: Veraval: એક પરિવારના 9 સભ્યોની ગેંગે રાજ્યભરમાં આચર્યા 11 ગુનાઓ, આખરે પોલીસે કર્યો પર્દાફાશ અને...