Education Minister પ્રદ્યુમનસિંહ વાજાએ પાઠ્યપુસ્તક ગોડાઉનની લીધી મુલાકાત, કામગીરીને વેગ આપવા સૂચના
શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાએ ગાંધીનગર સેક્ટર-25 ખાતે પાઠ્યપુસ્તક ગોડાઉનની મુલાકાત લઈ વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પ્રિન્ટિંગમાં થયેલા વિલંબ અંગે જવાબ મેળવી મંત્રીએ કામગીરીને ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
Advertisement
Education Minister News: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજા (Education Minister Pradhyumansinh Vaja) દ્વારા આજે ગાંધીનગર સેક્ટર-25 ખાતે આવેલા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ (Gujarat State Board of School Textbooks) ના ગોડાઉનની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નવા શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકોની પહોંચ અને વિતરણ વ્યવસ્થાની પ્રત્યક્ષ સમીક્ષા કરવાનો હતો.

