Ek Ped Maa Ke Naam 3.0 : 'મા'ના નામે વન-વંદના
Ek Ped Maa Ke Naam 3.0 : વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'એક પેડ મા કે નામ 3.0' મહાઅભિયાનનો પ્રારંભ. જાણો પ્રથમ દિવસે 6 લાખ વૃક્ષોના વાવેતર અને 'વનકવચ' પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી.
પ્રકૃતિનું જતન એ જ માનવજીવનના સુરક્ષિત ભવિષ્યની સાચી મૂડી છે. વૃક્ષો વિના પૃથ્વી પર જીવનની કલ્પના જ અશક્ય છે. ત્યારે આવતીકાલે 5 જૂન એટલે કે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ગુજરાતમાં હરિયાળી ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી શરૂ થયેલા “એક પેડ મા કે નામ” અભિયાનના ત્રીજા તબક્કાનો આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના હસ્તે ગાંધીનગરથી ભવ્ય શુભારંભ થશે.
આ મહાઅભિયાન માત્ર સરકારી કાર્યક્રમ પૂરતો સીમિત ન રહેતા, એક જનઆંદોલન બની રહે તે માટે વન વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે જ રાજ્યભરમાં ૬ લાખ રોપાઓનું વાવેતર કરી ધરતીમાતાને લીલીછમ ચાદર ઓઢાડવાનો અનોખો સંકલ્પ લેવાયો છે.
Ek Ped Maa Ke Naam 3.0 : મુખ્ય આકર્ષણો અને 'વનકવચ' પદ્ધતિ
ગાંધીનગરના 'જ' રોડ પર લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સ નજીક 0.5 હેક્ટર વિસ્તારમાં મુખ્યમંત્રીના હસ્તે આ અભિયાનની શરૂઆત કરાશે. અહીં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને મળતી આવતી 'વનકવચ' (Micro-forest) પદ્ધતિથી અંદાજે 5000 રોપાઓ વાવવામાં આવશે.
શું છે આ ત્રિ-સ્તરીય 'વનકવચ'? પર્યાવરણીય સંતુલન અને જીવ-વૈવિધ્ય (Biodiversity) જાળવવા માટે કુલ ૫૭ જેટલી સ્થાનિક પ્રજાતિઓના રોપા પસંદ કરાયા છે, જેને ત્રણ સ્તરમાં વાવવામાં આવશે:
ઉચ્ચ સ્તર (20%): 16 જાતના ઊંચા વૃક્ષો.
મધ્યમ સ્તર (૫૦%): 25 જાતના મધ્યમ કદના વૃક્ષો.
નિમ્ન સ્તર (૩૦%): 16 જાતના નાના છોડ. આ પદ્ધતિની વિશેષતા એ છે કે તે ખૂબ જ ઓછી જગ્યામાં અત્યંત ગીચ અને ઝડપથી વિકાસ પામતું 'શહેરી જંગલ' તૈયાર કરે છે.
Ek Ped Maa Ke Naam 3.0 : 50 લાખ વૃક્ષોથી બનશે 'હરિયાળી લોકસભા'
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ(Amit Shah)ના સંસદીય વિસ્તાર એવા ગાંધીનગર લોકસભા વિસ્તારને 'હરિયાળી લોકસભા' બનાવવા માટે વન વિભાગે કમર કસી છે. આ અંતર્ગત 500 હેકટરથી વધુ વિસ્તારમાં 50 લાખથી વધુ રોપાઓ વાવીને વિશાળ 'વન કવચ - માઈક્રો ફોરેસ્ટ' તૈયાર કરવામાં આવશે.
વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia) અને રાજ્યમંત્રી પ્રવિણ માળી(Pravin Mali)ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમને વેગવાન બનાવવામાં આવશે. (નોંધનીય છે કે, “એક પેડ મા કે નામ” અભિયાનની શરૂઆત વર્ષ 2024 માં પીએમ મોદી દ્વારા નવી દિલ્હીના બુદ્ધ જયંતી પાર્ક ખાતેથી કરવામાં આવી હતી.
પર્યાવરણ દિવસ અને સપ્તાહનું 'માઈક્રો પ્લાનિંગ'
વન વિભાગે ૫ જૂનથી લઈને આગામી અઠવાડિયા સુધી વિવિધ લોક કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેની રૂપરેખા નીચે મુજબ છે:
6 લાખ વૃક્ષોનો ટાર્ગેટ: ગ્રામીણ અને શહેરી કક્ષાએ કુલ 50000 જેટલા 'જૂથ' બનાવાયા છે. દરેક જૂથ પર્યાવરણ દિવસે 12 રોપાઓ વાવશે, આમ એક જ દિવસમાં 6 લાખ વૃક્ષો વવાશે.
પર્યાવરણ સપ્તાહ (8 થી 14 જૂન 2026): દરેક જિલ્લા કક્ષાએ 4 મુખ્ય કાર્યક્રમો અને તમામ 265 તાલુકાઓ તેમજ વિધાનસભા વિસ્તારોમાં મહાનુભાવોની અધ્યક્ષતામાં સઘન વૃક્ષારોપણ થશે.
તાલુકા કક્ષાના કાર્યક્રમો દ્વારા 1.53લાખથી વધુ રોપાઓનું વાવેતર અને 1.87 લાખથી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે.
તાલુકાઓના 861 નિયત સ્થળો પર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વધુ 4.15 લાખ રોપાઓ વવાશે.
માતૃપ્રેમ અને પ્રકૃતિપ્રેમનો અનોખો સંગમ
જેમ એક માતા પોતાના બાળકનું નિઃસ્વાર્થ ભાવે જતન કરે છે, તેમ વૃક્ષો પણ આજીવન આપણને શુદ્ધ હવા, છાંયડો અને ફળ આપે છે. વન વિભાગ દ્વારા રાજ્યના પ્રત્યેક નાગરિક, સામાજિક સંસ્થાઓ અને યુવાનોને એક ભાવનાત્મક અપીલ કરવામાં આવી છે કે સૌ પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું પોતાના બાળકની જેમ જતન કરે.
ખરેખર, આ વિશાળ મહાઅભિયાન પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અદભુત દીર્ઘદ્રષ્ટિ રહેલી છે. આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણની જાળવણી કોઈ સામાન્ય પ્રયાસોથી શક્ય નથી, તેના માટે આવા રાષ્ટ્રવ્યાપી 'મહાઅભિયાન' જ ચલાવવા પડે.
પીએમ મોદીએ પ્રકૃતિના આ જતનને 'એક પેડ મા કે નામ' આપીને એક માસ્ટરસ્ટ્રોક માર્યો છે. તેમણે પર્યાવરણ સુરક્ષાને સીધી જ 'માતાના પ્રેમ અને આદર' સાથે જોડી દીધી છે. જ્યારે કોઈ કાર્ય સાથે માની મમતા અને લાગણી જોડાય છે, ત્યારે સામાન્ય નાગરિકો પણ ભાવનાત્મક રીતે જોડાઈને સ્વયંભૂ અને હૃદયપૂર્વક વૃક્ષો વાવવા તેમજ તેનો ઉછેર કરવા માટે પ્રેરિત થાય છે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહેતા, ધરતીમાતા અને આપણી જન્મદાત્રી માતા પ્રત્યેની સાચી વંદના બની ગયું છે.
આ પણ વાંચો : Surat: Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં, નાગરિકોને કરી ખાસ અપીલ


